Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ડાન્સ-માસ્ટર બની પ્રીતિ ઝિંટા

પ્રીતિ ઝિંટા હાલમાં જ સિન્ગિંગ રિયલિટી શો 'સા રે ગા મા પા'માં આ શોમાં જઇને તે તેની 'દિલ ચાહતા હૈ' ની યાદમાં ખોવાઇ ગઇ હતી. તેણે આ શોના જ્જ શેખર રાવજિયાણી અને વાજિદ ખાનની સાથે હોસ્ટ આદિત્ય નારાયણને પણ સ્ટેજ પર આ ફિલ્મનાં ડાન્સ-સ્ટેપ્સ કરાવ્યાં હતાં. શેખરે જયારે તેને ગીત ગાવા માટે કહ્યું ત્યારે ફિલ્મની યાદને તાજી કરીને પ્રીતિએ કહ્યું હતું કે 'હું કંઇ પણ કરી શકું છું, પરંતુ ગીત મારા બસની વાત નથી. મને યાદ છે કે આ ફિલ્મના ગીતના શૂટિંગ દરમ્યાન મારે લિપ સિંક કરવાનું હતું અને મારાથી એ પણ થઇ રહ્યું નહોતું. મારો ડિરેકટર ફરહાન અખ્તર ખુબ જ ગુસ્સે થઇ ગયો હતો અને આમિર સેટ છોડીને જવાની તૈયારીમાં જ હતો.'

(3:22 pm IST)
  • વાવાઝોડું ગાજા આજે તામિલનાડુના કાંઠે ખાબકી રહ્યું હોવાનું હવામાનખાતાએ કહ્યું છે access_time 12:40 am IST

  • મુસ્લિમો પર અત્યાચાર મામલે ચીનને ઘેરવા ૧૫ દેશોના રાજદૂતોની યોજના : કેનેડાની આગેવાનીમાં ચીનમાં ૧૫ દેશોના દૂતાવાસોએ ૧૦ લાખથી વધુ મુસ્લિમોને અટકાયતમાં રાખવા મામલે સરકારને પત્ર મોકલવાની યોજના ઘડી, શિનજિયાંગમાં ઉઈઘર મુસ્લિમો પર થતાં અત્યાચારના સંયુકત રાષ્ટ્રના અહેવાલ બાદ વિવિધ દેશોના રાજદૂતો ચીનથી ખફા access_time 3:18 pm IST

  • જેટ એરવેઝ ઇન્ડિયાને બચાવી લેવા વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ટાટા ગ્રૂપને મદદ માટે આગળ આવવા કહ્યું છે. access_time 12:39 am IST