Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

ફિલ્મ ' ભારત'નું પ્રથમ પોસ્ટર રિલીઝ : વાઘા બોર્ડરે સલ્લુસ સાથે કેટરીના કૈફ

મુંબઈ :અલી અબ્બાસ ઝફર નિર્દેશિત ‘ભારત'માં સલમાન ખાન સાથે લીડ રોલમાં કેટરીના કૈફ દેખાશે. ફિલ્મ ઘણા સમયથી ચર્ચામાં છે અને હવે આખરે સલમાને ફિલ્મનું પ્રથમ પોસ્ટર રિલીઝ કરી દીધું છે. પોસ્ટરમાં કેટરીના અને સલમાન વાઘા બોર્ડ પર સાથે દેખાઈ રહ્યાં છે. બંને વાઘા બોર્ડરના ગેટ પર કેમેરા તરફ પીઠ કરીને ઊભા છે. કેટરીના સાડી પર સાલ ઓઢીને ઊભી છે, સલમાન નેવી બ્લૂ કલરના સૂટમાં છે.

(2:52 pm IST)
  • સુરત:અડાજણ વિસ્તારમાં મનપા એસઆઈ પર હુમલો:કચરો નાખનાર મહિલાને કહેવા જતા મામલો બીચક્યો:મહિલાનો પુત્ર સળિયો લઈ એસઆઈને મારવા પહોંચ્યો:એસઆઈ પર હુમલો કરતા થયો બખેડો:મામલો અડાજણ પોલીસ મથકે પહોંચતા ફરિયાદ નોંધાઇ:પોલીસે હુમલાખોરની ધરપકડ કરી access_time 2:57 pm IST

  • આયકર તૂટી પડ્યું: ગુજરાતમાં આવકવેરાએ દિપક નાઈટ્રેટ લી. ઉપર સર્વેનો ધમધમાટ ચાલુ કર્યો છે access_time 12:53 am IST

  • સાયલાનાં વાટાવચ્છ ગામનાં નર્સની હત્યા કરનાર શાંતુ કાઠી ર દિવસના રિમાન્ડ ઉપર : ફાંસીની સજા આપવા કોળી સમાજના આગેવાનોની માંગણી access_time 3:07 pm IST