Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

બધાઇ હો નિહાળ્યા બાદ બિગબીએ પ્રશંસાભર્યો પત્ર લખ્યો નીના ગુપ્તાને

મુંબઇ તા ૧૬ : ''બધાઇ હો '' માં નીના ગુપ્તાના અધિનયની ચોમેર પ્રશંસા થઇ રહી છે અને હવે અમિતાભ બચ્ચને પણ તેની એકિટંગની પ્રશંસા કરી છે. તેની પ્રશંસાકરતાં તેમણે હિન્દીમાં લખેલા પત્રની સાથે ફુલો પણ મોકલાવ્યાં હતાં બિગ બીને જયારે પણ કોઇનું કામ ગમે ત્યારે તેઓ તેમને ફુલ અને હાથથી લખેલો પત્ર મોકલે છે.બોલીવુડના ઘણા એકટર્સ આ લેટર અને ફુલની રાહ જોતા હોય છે. અમિતાભ બચ્ચને મોકલાવેલો આ લેટર અને ફુલો ઇન્સ્ટ્રાગ્રામ પર શેર કરતાં નીના ગુપ્તાએ એને કેપ્શન આપી હતી કે ' તમારા તરફથી આ પત્ર અને પુષ્પો મેળવીને આંખો ખુશીથી ભરાઇ આવી છે. થેન્ક યુ સો મચ અમિતાભ સર'(૩.૩)

(1:09 pm IST)