Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

કોમેડિયન સાનંદને વેબ સિરીઝમાં મળ્યો નેગેટિવ રોલ

ટીવી શો ભાબીજી ઘર પર હૈ શોમાં અનોખેલાલ સકસેનાનું પાત્ર ભજવી જાણીતો બનેલો કોમેડિયન સાનંદ વર્મા હવે નેગેટિવ રોલ નિભાવી રહ્યો છે. અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાની નિર્દેશીત નેટફિલકસની જાણીતી વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સ-૨માં સાનંદને નેગેટીવ રોલ મળ્યો છે. આ રોલ ખુબ જ મહત્વનો છે. ભાબીજી ઘર પર હૈ શોમાં સાનંદનો રોલ ખુબ જ રમુજી છે. હવે તે દર્શકો સામે અલગ જ રોલમાં આવી રહ્યો છે. સિરીઝનું શુટીંગ આ મહિનાના અંતમાં શરૂ થઇ જશે. સાનંદે કહ્યું હતું કે હું વિશુધ્ધ કલાકાર છું, હું પુરા સમર્પણ સાથે મારા રોલને ન્યાય આપવાનો પ્રયાસ કરશી. સાનંદે કહ્યું હતું કે હું કોઇપણ એક પ્રકારના પાત્રોને વળગી રહેવા નથી ઇચ્છતો. આથી જ આ રોલ સ્વીકાર કર્યો છે.

 

(10:53 am IST)