Gujarati News

Gujarati News

News of Friday, 16th November 2018

રણવીર-દીપિકાના લગ્ન સંપન્ન :દીપિકાએ પહેલી તસ્વીર કરી શેર

કોંકણી અને સિંધી પરંપરાઓ સાથે જોડાયેલ બંનેના લગ્નની તસ્વીરો શેર કરી

રણવીર-દીપિકાના પ્રશંસકો તેમના લગ્નની તસ્વીરોની રાહ જોવાઈ રહી હતી  ત્યારે દીપિકાએ બંને રીતિ-રિવાજ અનુસાર (કોંકણી અને સિંધી) લગ્ન સંપન્ન થયા બાદ પોતાની તસ્વીરો શેર કરી દીધી છે. દીપિકાએ આ તસ્વીર પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે.

  દીપિકાએ કોંકણી અને સિંધી પરંપરાઓ સાથે જોડાયેલ બંનેના લગ્નની તસ્વીરો શેર કરી છે. જેમાં બૉલીવુડનું આ હિટ કપલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યું છે. દીપિકાની તસ્વીર શેર થતાં જ સોશિયલ મીડિયામાં ખુશીનો વરસાદ થઈ રહ્યો છે

  . કહેવાઈ રહ્યું છે કે દીપવીરે લગ્ન પહેલાં જ આ નક્કી કરી લીધુ હતું. દીપવીર ઈચ્છતા હતા કે બંને પરંપરા અનુસાર લગ્ન થયા બાદ જ પ્રશંસકોની સાથે પોતાના લગ્નની તસ્વીર શેર કરશે. લગ્ન પહેલા જ દીપિકા અને રણવીરે મહેમાનોને વિનંતી કરી હતી કે તેઓ લગ્નની કોઈ પણ તસ્વીર શેર કરશે નહીં.

(9:39 pm IST)
  • ઇંધણના ભાવ ઘટાડો યથાવત : શનિવારે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ;પેટ્રોલ લીટરે 18 પૈસા અને ડીઝલ 20 પૈસા લિટરે થશે સસ્તું ;કેટલાય દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવ ઘટતા વાહન ચાલકોને રાહત access_time 12:35 am IST

  • વિનય શાહના કૌભાંડના તાર રાજકોટ સુધી પહોંચ્યાઃ સરધારના લોકોના નાણા ફસાયા : વિનય શાહના કૌભાંડ તાર રાજકોટ સુધી પહોંચ્યાઃ સરધાર ગામના લોકોના પણ નાણા ફસાયાઃ ૫૦૦ લોકોના નાણાં ફસાયા હોવાનું સામે આવ્યું: સરધારના ૪ લોકો બન્યા હતા કંપનીના એજન્ટઃ તેમણે એજન્ટ બન્યા બાદ ગામના લોકોને જોડયા હતા access_time 1:39 pm IST

  • ડભોઇ શિનોર ચોકડી પાસે આવેલી ફોરેસ્ટ વિભાગ ની ઓફીસ માં ફરજ બજાવતા બે રોજમદાર છેલ્લા ત્રણ વર્ષથી પગાર થી વંચિતબંને કર્મચારી એ ઝેરી પાવડર ખાઇ આત્મવિલોપન કરી કોશિશસારવાર અર્થે સરકારી દવાખાને ખસેડાયા access_time 2:43 pm IST