Gujarati News

Gujarati News

News of Wednesday, 16th October 2019

સલમાન સાથે દિપીકા

સલમાન ખાનની આગામી ફિલ્મ રાધે છે. જેને તે ઇદ પર રિલીઝ કરવા માંગે છે. કહાની એવી છે કે શુટીંગ અને પ્રિ-પ્રોડકશનમાં વધુ સમય નહિ લાગે. બધુ કામ ફટાફટ થઇ જાય તેવું પ્લાનિંગ ગોઠવાયું છે. દબંગ-૩માં સલમાન ફરીથી ચુલબુલ પાંડેના રોલમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન પ્રભુદેવા કરી રહ્યા છે. પ્રભુદેવા નિર્દેશક તરીકે ખુબ ફટાફટ કામ કરે છે. તેમની સ્પીડ સલમાનને પસંદ છે. આમ પણ દક્ષિણ ભારતીય ફિલ્મકારો સમયનું ખુબ ધ્યાન રાખે છે. ખોટો સમય વેડફાય નહિ તેનો ખુબ ખ્યાલ રાખે છે. સલમાન અગાઉ પ્રભુદેવા સાથે વોન્ટેડ પણ કરી ચુકયો છે. તેનો અનુભવ દબંગ-૩માં ખુબ સારો રહ્યો છે. સલમાનની હિરોઇન કોણ હશે? તેની ચિંતા દરેક ફિલ્મ વખતે ઉભી થતી રહે છે. બીજી હિરોઇનોની ચર્ચા વચ્ચે કેટરીના અને જૈકલીન તૈયાર જ રહેતી હોય છે. હવે રાધેમાં સલમાનની હિરોઇન માટે દિપીકા પાદુકોણ તથા અનુષ્કા શર્માના નામની ચર્ચા છે. આ બેમાંથી એક ફાઇનલ થશે.

 

(10:05 am IST)