Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

બિહારમાં રવીના ટંડન સામે નોંધાઈ ફરિયાદ

મુંબઈ:બિહારનાં મુજફ્ફરપુરની એક અદાલતમાં બોલીવુડ અભિનેત્રી રવીના ટંડન સામે કેસ નોંધાવવામાં આવ્યો છે. ગત દિવસોમાં રવીના અહીં આવી હતી તે દરમિયાન માર્ગમાં આવન-જાવન માટે લોકોને તકલીફ પડી હતી તેને લઇને કૉર્ટમાં કેસ કરવામાં આવ્યો છે.મુજફ્ફરપુર નિવાસી પ્રણવ કુમાર અને ઉમેશ સિંહની હોટલનું ઉદ્ઘાટન 12 ઑક્ટોબરનાં રોજ હતુ જે રવીનાએ કર્યું હતુ. વકીલ સુધીર કુમાર ઓઝાએ અદાલતમાં રવીના ટંડન, પ્રણવ કુમાર અને ઉમેશ સિંહ સામે સીપીસી સેક્શન 156(3) અંતર્ગત કેસ નોંધાવ્યો છે.તેમણે મામલે કાર્યવાહી કરવાનાં આદેશ આપવા માંગણી કરી છે. અદાલત મામલે 2 નવેમ્બરનાં રોજ સુનાવણી કરશે. રવીના ટંડન અત્યારે ફિલ્મોથી દૂર છે. તેની છેલ્લી ફિલ્મમાત્રહતી.

(4:46 pm IST)