Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

પરિણીતી ચોપરાને કરવી છે હવે એક્શન ફિલ્મો

મુંબઈ:અભિનેત્રી પરિણિતી ચોપરાએ કહ્યું હતું કે અત્યાર સુધી મેં રોમાન્ટિક ફિલ્મો કરી હતી. હવે મને લાગે છે કે રોમાન્ટિક ફિલ્મો બહુ થઇ ગઇ. હવે મારે એક્શન ફિલ્મો કરવી છે.આમ તો અર્જુન કપૂર સાથે ઇશ્કઝાદેં ફિલ્મોથી કારકિર્દીનો આરંભ કરનારી અભિનેત્રીને ફિલ્મોમાં પાંચેક વર્ષ થઇ ગયાં પરંતુ એની એક પણ ફિલ્મ હિટ નીવડી નહોતી. ગયા વર્ષની દિવાળી પર રજૂ થયેલી સુપરહિટ કોમેડી ફિલ્મ  ગોલમાલ અગેન ફિલ્મથી પરિણિતી ઊંચકાઇ હતી. હાલ અર્જુન કપૂર સાથે વિપુલ શાહની નમસ્તે ઇંગ્લેંડ ફિલ્મ કરી રહી છે જે વિપુલની ૨૦૦૭-૦૮માં રજૂ થયેલી નમસ્તે લંડનની સિક્વલ છે. ફિલ્મમાં બંને મુખ્ય પાત્રોની કેમિસ્ટ્રી વખણાઇ છે.પરીએ કહ્યું કે મોટે ભાગે હીરોલોગ એક્શન સીન કરીને બધો યશ ખાટી જતાં હોય છે. વખતે મારી ઇચ્છા પણ એક્શન કરવાની છે. મને કોઇ સારા ફિલ્મ સર્જક તરફથી આવી ઑફર મળે એની હું વાટ જોઇ રહી છું.હાલ પરી દેશભરનાં શહેરોમાં નમસ્તે ઇંગ્લેંડના પ્રમોશન માટે ફરી રહી છે. એેણે કહ્યું કે ફિલ્મ પણ એની ઓરિજિનલ ફિલ્મ નમસ્તે લંડનની જેમ સારી ચાલશે એવી અમને આશા છે.

(4:44 pm IST)
  • અંકલેશ્વરના સારંગપુર ગામના સરપંચ અને તલાટી 10 હજાર ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા :સરપંચ ગોપાલ વસાવા અને તલાટી દિનેશ પટેલ સારંગપુર ગામ પંચાયતમાં સ્ટ્રીટ લાઇનના બરોડાના સપ્લાયર પાસેથી બિલ પાસ કરવાના માગ્યા હતા10 હજાર:એસીબીએ છટકું ગોઠવી સરપંચ અને તલાટીને ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી access_time 1:15 am IST

  • બધી શકિતઓના સમન્વયથી ભારત વિશ્વગુરૂ બની શકશે : ભૈયાજી જોષી : મુંબઇમાં ભારત વિકાસ પરીષદ અને સમસ્ત મહાજન દ્વારા 'રાષ્ટ્ર નિર્માણમાં સમૃધ્ધ વર્ગની રચનાત્મક ભૂમિકા' વિષય પર યોજાઇ વિચાર ગોષ્ઠી : ૧૦૦૦ શ્રેષ્ઠીઓની ઉપસ્થિતી : આર.એસ.એસ. સરકાર્યવાહક ભૈયાજી જોષી અને ભારત વિકાસ પરિષદના રાષ્ટ્રીય અધ્યક્ષ ડો. સુરેશચંદ્ર તથા ઉપાધ્યક્ષ શ્યામ શર્માનું ધારદાર વકતવ્ય access_time 3:36 pm IST

  • ગાંધીનગર :કેવડિયા કોલોની ખાતે બનાવી શકાય છે અન્ય રાજ્યોના ભવન:પ્રવાસનને વેગ આપવા અન્ય રાજ્યના ભવન બનાવવાની વિચારણા:દિવાળી બાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ કરી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત access_time 1:06 am IST