Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

આ ફિલ્મમાં આમિર ખાન- અમિતાભ બચ્ચન લગાવશે સાથે ઠુમકા

મુંબઈ:બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન પરદા પર સાથે ડાન્સ કરતાં જોવા મળે એવી સિચ્યુએશન ડાયરેક્ટર વિજય કૃષ્ણ આચાર્યે ઘડી કાઢી હોવાની માહિતી મળી હતી.યશ રાજની મેગાબજેટ મલ્ટિસ્ટાર ફિલ્મ ઠગ્સ ઑફ હિન્દુસ્તાનની વાત છે. ફિલ્મના એક ગીતમાં બંને મુખ્ય કલાકારો ડાન્સ કરતાં દેખાય એવી એક સિચ્યુએશન ડાયરેક્ટરે ઘડી કાઢી હોવાની માહિતી મિડિયાને આપવામાં આવી હતી.જે ગીતમાં ડાન્સની રજૂઆત થવાની છે ગીત માતબર પંજાબી ગાયક સુખવિન્દર સિંઘ અને સંગીતકાર વિશાલ દાદલાની ગાવાના છે અને બોલિવૂડના ધુરંધર કોરિયોગ્રાફર કમ ડાયરેક્ટર પ્રભુ દેવા એની કોરિયોગ્રાફી કરવાના છે એવી જાણકારી મળી હતી. ગીતના શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યે રચ્યા છે.કરણ જોહરની ધડક ફિલ્મના સંગીતકારો અતુલ અજય ગીતને સ્વરબદ્ધ કરી રહ્યા છે. ગીતનંુ મુખડું જો કે હિન્દી કે ઊર્દૂમાં નથી. પરંતુ વશમલ્લેનો અર્થ છે ડાન્સ કરો અને આનંદ પ્રસારો. અમિતાભ અને આમિર ખાન બંને શરાબના નશામાં હોય રીતે ડાન્સ કરશે અને આનંદ પ્રસારશે એેમ   ગીત સાથે સંકળાયેલા એક યુનિટ મેમ્બરે કહ્યું હતું.

(4:43 pm IST)
  • અલ્હાબાદનું નામહવે 'પ્રયાગરાજ': શહેરનું નામ બદલવાને યોગી કેબિનેટ આપી મંજુરીઃ ૪૪૪ વર્ષ બાદ નામમાં પરિવર્તન access_time 3:36 pm IST

  • શશી થરૂર ફરી વિવાદ સર્જે છેઃ કોઇપણ સારો હિન્દુ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ નહિ ઇચ્છે access_time 4:23 pm IST

  • યુપીના ગાઝિયાબાદ રેલવે સ્ટેશન નજીક કાલકા એક્સપ્રેસ અને ઇએમયુ ટ્રેનની અડફેટે છ લોકો આવ્યા:બેના મોત, ચારને ઇજા access_time 2:48 pm IST