Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

મોૈની રોયની માદક અદાને લાખો લાઇકસ મળી

ટીવી પરદેથી બોલીવૂડમાં પહોંચી ગયેલી મોૈની રોય અવાર-નવાર હોટ અને બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરી ચાહકોને ચોંકાવતી રહે છે. પોતાના સોશિયલ મિડીયા એકાઉન્ટ પર ફરીથી તેણે કાતિલ અંદાજવાળી તસ્વીરો પોસ્ટ કરી છે. મોૈનીના આ સેકસી લૂકને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં કાળા રંગના ગાઉન સાથેની મોૈનીની તસ્વીરને ૧૬૯૩૯૫ લાઇકસ મળી  હતી. મોૈની સોશિયલ મિડીયા પર સતત પ્રયત્નશીલ રહે છે. થોડા દિવસ પહેલા મોૈની વેકેશન મનાવવા ગઇ હતી ત્યારની હોટ તસ્વીરો પણ પોસ્ટ કરી હતી. મોૈની છેલ્લે અક્ષય કુમાર સાથે ગોલ્ડ ફિલ્મમાં જોવા મળી હતી. તેની જબરદસ્ત એકટીંગને દર્શકોએ ખુબ પસંદ કરી હતી. હવે તે બીજી ફિલ્મ રો-રોમિયો અકબર વોલ્ટરના શુટીંગમાં વ્યસ્ત છે. તેમજ તે બ્રહ્માસ્ત્ર અને મેડ ઇન ચાઇનામાં પણ જોવા મળશે.

(10:00 am IST)