Gujarati News

Gujarati News

News of Tuesday, 16th October 2018

નુસરત ભરૂચાએ કર્યો નિર્દેશક લવ રંજનનો બચાવ

'મી ટૂ' અભિયાન અંતર્ગત બોલીવૂડની અનેક હસ્તીઓ સામે યોૈન ઉત્પીડનના ગંભીર આક્ષેપો થઇ રહ્યા છે અને ફરિયાદો નોંધાવાઇ રહી છે. જાણીતા નિર્દેશક લવ રંજન સામે પણ આવો આરોપ મુકાયો છે. ત્યારે તેના સમર્થનમાં અભિનેત્રી નુસરત ભરૂચાએ કહ્યું છે કે લવ વિશે ખોટી વાતો ફેલાવાઇ છે, તે આ પ્રકારના વ્યકિત જ નથી. નુસરતે લવ રંજન સાથે ઘણી ફિલ્મો કરી છે અને એ તમામ ફિલ્મો હિટ નિવડી છે. એક ગુમનામ અભિનેત્રીએ આરોપ મુકયો હતો કે પ્યાર કા પંચનામા ફિલ્મના ઓડિશન વખતે લવ રંજને પોતાને અંતઃ વસ્ત્રો ઉતારવાનું કહ્યું હતું. બીજી તરફ પ્યાર કા પંચનામા સિરીઝ, આકાશવાણી અને સોનુ કે ટીટૂ કી સ્વીટીમાં લવ રંજન સાથે કામ કરી ચુકેલી નુસરત ભરૂચા તેનો બચાવ કરી રહી છે. તેણે ટ્વિટર પર લાંબો પત્ર લખીને તેની તરફેણ કરી છે.

(9:59 am IST)
  • ગાંધીનગર :કેવડિયા કોલોની ખાતે બનાવી શકાય છે અન્ય રાજ્યોના ભવન:પ્રવાસનને વેગ આપવા અન્ય રાજ્યના ભવન બનાવવાની વિચારણા:દિવાળી બાદ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ કરી શકે છે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત access_time 1:06 am IST

  • રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ હરિયાણા સરકારને આપ્યું આમંત્રણ, સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ કાર્યક્રમમાં હરિયાણા સરકારને આમંત્રણ પાઠવ્યું access_time 1:15 am IST

  • ગાંધીનગર : સુરતની કીમ નદીમાં પ્રદૂષણનો મામલો:પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગોની કરાશે તપાસ:ગાંધીનગર GPCBએ સુરત GPCBને તપાસ રીપોર્ટ તૈયાર કરવા આદેશ આપ્યા : જવાબદારો સામે કરવામાં આવશે કાર્યવાહી access_time 1:06 am IST