Gujarati News

Gujarati News

News of Thursday, 16th September 2021

અહિ પહોંચવા ખુબ સંઘર્ષ કર્યો છેઃ કિર્તી

અભિનેત્રી કિર્તી ખરબંદા અભિનેતા પુલકીત સમ્રાટ સાથેની રિલેશનશીપને ગર્વથી લે છે. તે કહે છે પુલકિતે મને બદલવાનો પ્રયાસ કદી કર્યો નથી. હું જેવી છું તેવી મને અપનાવી છે. દરેક મહિલા પોતાના સાથીદારમાં આવો ગુણ ઇચ્છતી જ હોય છે. મારા મતે જ્યારે તમે તમારા સાથીને જેવો કે જેવી હોય એવી જ રીતે અપનાવી લો ત્યારે તમારી વચ્ચે ખટરાગ થવાની સંભાવના નહીંવત હોય છે. અમે બંને એકબીજા સામે ખુલ્લી કિતાબની જેમ રહીએ છીએ. અમારું  જીવન એકદમ સીધુ સાદુ છે. થોડા સમય પહેલા જ કિર્તીની ફિલ્મ ૧૪ ફેરે થોડા સમય પહેલા જ રિલીઝ થઇ હતી. દર્શકોને તે પસંદ પણ પડી હતી. તે કહે છે આ ફિલ્મ મારી સૌથી મોટી ઓળખ બની રહી છે. હું ફિલ્મી પરિવારમાંથી નથી આવતી આમ છતાં મેં અહિ ચોક્કસ સ્થાન બનાવી લીધું છે.અહીં સુધી પહોંચવા મારે ઘણો સંઘર્ષ કરવો પડયો છે. કેટલીય વખત મેં હાથવેંત છેટી ફિલ્મો ગુમાવી છે. મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવેલી કીર્તિએ પોતાના સંસ્કાર આજે પણ જાળવી રાખ્યાં છે.

(10:23 am IST)