Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

રોયલ હેલ્થ : દિપીકા અને રણવીર બ્રાન્ડ એમ્બેસેડર

રાષ્ટ્રીય સ્તરે કેમ્પેઇન કરવાની તૈયારી

અમદાવાદ, તા.૧૬:  એશિયન પેઇન્ટ્સ દાયકાઓથી તમારા ઘરની સુંદર દિવાલો અને લક્ઝુરિયસ ફિનીશ સાથે તમારા સુંદર સ્વપ્નનું સર્જન કરતી આવી છે. પરંતુ હવે સુંદરતા સાથે, આ બ્રાન્ડ અદ્યતન ઇન્ટેરિયર પેઇન્ટ રોયલે હેલ્થ શિલ્ડ- એન્ટિ-બેક્ટેરિયલ પેઇન્ટ સાથે તમારી દિવાલોને સુરક્ષિત અને તંદુરસ્ત રાખવા માગે છે. તેથી ફરી એક વાર રોયલે હેલ્થ શિલ્ડ કેમ્પેન રાષ્ટ્રીય ઝુંબેશના ભાગરૂપે એશિયન પેઇન્ટ્સે તેની બીજી ટીવીસી બહાર પાડી છે, જે ગ્રાહકોને તેમના આરોગ્યની સંભાળ રાખતા એન્ટિ બેક્ટેરિયલ પેઇન્ટને પસંદ કરવાનું પ્રોત્સાહન આપે છે. કોન્ટ્રાક્ટ ઇન્ડિયા દ્વારા કલ્પના કરાયેલ આ એડનું દિગ્દર્શન વિખ્યાત ડિરેક્ટર વિવેક કક્કડ દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે દીપીકા પાદુકોણે અને રણવીર કપૂરને સમાવવામાં આવ્યા છે. એશિયન પેઇન્ટ્સનો રોયલે હેલ્થ શિલ્ડ એક ક્રાંતિકારી પેઇન્ટ છે જે સ્વચ્છતા અને કલાત્મકતાનું મિશ્રણ છે જે સુરક્ષિતતા અને સુંદર ઘરની બાંયધરી આપે છે. આ તમે સારી રીતે એડ ફિલ્મમાં જોઇ શકો છો જેમાં તમારા ઘરને સુરક્ષિત બનાવવા અને રક્ષણ કરવા પર ભાર મુકવામાં આવ્યો છે. આ ફિલ્મની શરૂઆતમાં રણવીર દીપીકાને બોલાવે છે અને નવા ઘરની પાર્ટીમાં આમંત્રણ નહી આપવા બદલ અસ્વસ્થતા અનુભવે છે. દીપીકા તેણીના સુંદર રીતે પેઇન્ટ કરેલા ઘરમાં બેસેલી હોય છે તેને બેક્ટેરીયા સાથે સરખાવતા ખીજવે છે. શરૂમાં અસ્વસ્થ રણવીર રમૂજને ઓળખી જાય છે અને તેઓ બન્ને હળવા હાસ્યમાં ડૂબી જાય છે. દરમિયાનમાં આપણે દીપીકાનું ઘર એશિયન પેઇન્ટના રોયલે હેલ્થ શિલ્ડ સાથે પેઇન્ટ કરેલું જોઇએ છીએ અને જેમ પેઇન્ટ દિવાળ પર ઢળે છે તેમ એનિમેશનમાં દર્શાવવામાં આવે છે કે કેવી રીતે પેઇન્ટ કાર્ય કરે છે અને આખુ ઘર જોવાલાયક બની જાય છે. આ ફિલ્મમાં રણવીર દીપીકાની ઘરની પાર્ટીમાં જાય છે તેવું સતત બતાવવામાં આવ્યુ છે અને એકબીજાને બેક્ટેરીયા કહીને બોલાવવાની તેમની બન્ને વચ્ચેની મશ્કરી પેઇન્ટ અને એડ ફિલ્મ પેઇન્ટની પ્રકૃતિને સાર્થ કરે છે. રોયલે હેલ્થ શિલ્ડની રજૂ થયેલી પ્રથમ ટીવીસીમાં પણ બોલિવુડ સ્ટાર રણવીર અને દીપીકાની ભાઇબંધી બતાવવામાં આવી હતી જ્યારે તમારા ઘરને સુરક્ષિત અને સુંદર બનાવવાની જરૂરિયાતને અગ્રતા આપવામાં આવી હતી. નવી એડ કેમ્પેન વિશે બોલતા એશિયન પેઇન્ટસ લિમીટેડના સીઓઓ અમિત સિંગલેએ જણાવ્યું હતું કે, સુરક્ષા અને સ્વચ્છતા આજની અનિવાર્ય બાબત બની ગઇ છે. લોકો માને છે કે જે તે વ્યક્તિના ઘર આરોગ્ય જે તે વ્યક્તિના અંગત આરોગ્યને પણ છતુ કરે છે અને તે જ બાત એશિયન પેઇન્ટ્સ રોયલે હેલ્થ શિલ્ડને સંબંધિત ઉપભોક્તાઓ માટે તંદુરસ્ત પસંદગી બનાવે છે.

(9:59 pm IST)