Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

પ્રિયંકા ચોપરાની આગામી ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંકનું ટ્રેલર રિલીઝ થતા જ સોશ્યલ મીડિયા ઉપર છવાઇ ગયુ

નવી દિલ્હી: બોલીવુડથી હોલીવુડ સુધી પોતાની ઓળખ બનાવનાર પ્રિયંકા ચોપડાની આગામી ફિલ્મ ધ સ્કાઇ ઈઝ પિંકનું ટ્રેલર રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર છવાયું છે. ચારે તરફ ફિલ્મના ટ્રેલરના વખાણ થઇ રહ્યા છે. હવે આ કડીમાં બોલીવુડના દિગ્ગજ અભિનેતા આમિર ખાનનું નામ જોડાઇ ગયું છે. આમિરને પણ ધ સ્કાઇ ઇઝ પિંકનું ટ્રેલર ખુબજ પંસદ આવ્યું છે, એટલા માટે તેઓઓ તેના વખાણ કરતા સોમવારના એક ટ્વિટ કર્યું હતું.

આમિરે આ ફિલ્મને લઇને ટ્વિટ કરતા મોટી વાત કરી છે. આ ફિલ્મનું ટ્રેલર આમિર ખાનને એટલું પસંદ આવ્યું છે કે, તેઓ આ ફિલ્મ જોવા માટે વિંલબ કરી શકતા નથી. તેમણે તેમના ટ્વિટ પર લખ્યું કે, ‘મને આ ટ્રેલર ખુબ જ પસંદ આવ્યું છે. મૂવી જોવા માટે રહા જોવી મુશ્કેલ થઇ રહી છે. એવું લાગી રહ્યું છે કે, સોનાલીએ ફરી એકવાર ખુબજ શાનદાર ફિલ્મ બનાવી છે. મને આશા છે કે, ફિલ્મમાં પ્રિયંકા, ફરહાન અને જાયરાના અભિનય આપણને ઘણો પસંદ આવશે.

આ ફિલ્મ માટે શુભકામનોઓ!. માર્ગરીટા વિથ એ સ્ટ્રો ફેમ ફિલ્મ નિર્માતા સોનાલી બોઝ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંક’ 11 ઓક્ટોબર 2019ના રોજ રીલિઝ થઇ રહી છે. તમને જણાવી દઇએ કે, આ ફિલ્મથી પ્રિયંકા ચોપડા લાંબા સમય બાદ બોલીવુડમાં કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત જાયરા વસીમ, ફરહાન અખ્તર અને રોહીત સરાફ પણ મુખ્ય ભૂમિકામાં છે. ઉલ્લેખનીય છે કે, ‘ધ સ્કાઇ ઇઝ પિંકમોટિવેશનલ સ્પીકર આયશા ચૌધરીના જીવન પર આધારીત ફિલ્મ છે.

આયશાને પલ્મનરી ફાઇબરોસિસથી પીડાઇ રહી હતી. પ્રિયંકા અને ફરહાને આ ફિલ્મમાં આયશાના પેરેન્ટ્સની ભૂમિકા નિભાવી છે. પ્રિયંકા અદિતિ ચૌધરી અને ફરહાન અખ્તર  નિરેન ચોધરીના કિરદારમાં જોવા મળી રહ્યા છે. જ્યારે જાયરાએ આયશાનો રોલ અદા કરી રહી છે. આ ફિલ્મ પ્રિયંકા ચોપડાના બોલીવુડ ફેન્સ માટે પણ ખાસ છે. કેમ કે, પ્રિયંકા ચોપડા બાજીરાવ મસ્તાની બાદ આ ફિલ્મથી કમબેક કરવાની છે.

(5:37 pm IST)
  • રાજકોટના કોંગી કોર્પોરેટરો સાથે મિટીંગ શરૂ : રાજકોટ કોંગ્રેસના કોર્પોરેટરો અમદાવાદ પહોંચ્યાઃ પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજયગુરૂને ફરી સક્રિય કરવા કોંગી નેતાગીરી સમક્ષ જોરદાર માગણીઃ પ્રદેશ કોંગી પ્રમુખ શ્રીઅમિત ચાવડા સાથે બેઠક શરૂ access_time 4:38 pm IST

  • દિવગત વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાની દોષી નલિનીની પેરોલ પુરી : ફરીથી જેલમાં મોકલાઈ : નલિનીએ મદ્રાસ હાઇકોર્ટમાં પેરોલની મુદત વધારવા કરેલી અરજી કોર્ટે ફગાવી ; નલિનીને તેણીની પુત્રીના લગ્નની વ્યવસ્થા સંદર્ભે 51 દિવસની પેરોલ મળી હતી : હાઇકોર્ટે ગત મહિને 30 દિવસની છૂટી આપી હતી બાદમાં ત્રણ સપ્તાહ વધારી દેવાયા હતા access_time 12:52 am IST

  • ભારે કરી : રેલવે પોલીસને હેલ્પલાઇન નંબર પર આવે છે પિઝ્ઝા -બર્ગર માટે ફોન : સ્ટાફ પિઝા અને બર્ગરની ડિલિવરી કરે છે કે કેમ ? તેવા પુછાય છે સવાલ : રાજધાની દિલ્હીમાં રેલવેને નવી મુશીબત :યાત્રીઓ પિઝા અને બર્ગરની ડિલિવરી માટે કરે છે માંગણી : હેલ્પલાઇન નંબરમાં 80 ટકાથી વધુ ફોન પીઝા અને બર્ગર માટે આવે છે : મોબાઈલ રિચાર્જ માટે પણ કરાઈ છે પૂછપરછ access_time 12:53 am IST