Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

વિદ્યાની આગામી ફિલ્મ શકુન્તલા દેવીનું ટીઝર આઉટ

મુંબઈ: બોલીવુડની પ્રતિભાશાળી અભિનેત્રી વિદ્યા બાલન તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ મિશન મંગલમાં ઇસરો સાયન્ટિસ્ટની ભૂમિકા ભજવી હતી. હવે તે હ્યુમન કમ્પ્યુટરની ભૂમિકામાં કાસ્ટ થવા તૈયાર છે વિદ્યા બાલન ગણિતના જીનિયસ શકુંતલા દેવીની બાયોપિકમાં કામ કરવા જઈ રહી છે. જેમાં તે મેથ્સ એક્સપર્ટની ભૂમિકા નિભાવવા જઇ રહી છે. વિદ્યાએ તેની ફિલ્મનો પહેલો લુક શેર કર્યો છે.મેકર્સે ફિલ્મમાંથી વિદ્યાનું પહેલું લિક પોસ્ટર બહાર પાડ્યું છે, જેમાં તે શકુન્તલા દેવીની ભૂમિકામાં જોવા મળી રહી છે.ટીઝરમાં વિદ્યા બોબ હેરકટ અને સાડીમાં એકદમ શકુંતલા દેવી જેવો દેખાઈ રહ્યો છે. પહેલા વિદ્યા મોટે ભાગે લાંબા વાળવાળા પાત્રમાં જોવા મળી હતી.

 

(5:28 pm IST)