Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ફિલ્મ 'રૂહ-અફઝા'ની શૂટિંગ જાહન્વી કપૂરે કરી પૂર્ણ

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂરે તેની આગામી ફિલ્મ રૂહ-અફઝાનું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે. જાહ્નવી કપૂર હાલ ડિરેક્ટર હાર્દિક મહેતાની ફિલ્મ 'રૂહ-અફઝા'માં રાજકુમાર રાવ સાથે કામ કરી રહી છે. જાહ્નવી કપૂર હોરર-કોમેડી ફિલ્મમાં ડબલ રોલમાં જોવા મળશે. તેણે સોશિયલ મીડિયા પર ફિલ્મના શૂટિંગ પૂર્ણ થવા અંગે માહિતી આપી હતી.જાહ્નવી કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. તેણે કહ્યું, “ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે. ફિલ્મનું શૂટિંગ મનાલી, રૂરકી અને આગ્રામાં કરવામાં આવ્યું છે. રાજકુમાર રાવ અને જાહ્નવી કપૂરના ચાહકો બંનેને પહેલીવાર 'રૂહ-અફઝા'માં સ્ક્રીન શેર કરતા જોવા મળશે.

(5:19 pm IST)