Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

૫૦૦૦ કરોડનો માલિક છે સૈફ અલી ખાન પરંતુ તૈમૂરને નહીં બનાવી શકે વારસદાર

મુંબઇ તા. ૧૬ : બોલિવુડ એકટર સૈફ અલી ખાન આજે પોતાનો ૪૮મો જન્મદિવસ મનાવી રહ્યા છે. સૈફનો જન્મ દિલ્હીમાં થયો હતો. સૈફની દાદી સાજિદા સુલ્તાન ભોપાલના છેલ્લા નવાબ હમીદુલ્લા ખાનના દીકરી હતા. નવાબ હમીદુલ્લાએ પોતાની દીકરીને પોતાની વારસદાર જાહેર કરી હતી.

સૈફ પટૌડી પરિવારનો દસમો નવાબ છે. ભોપાલમાં સૈફ અલી ખાનની ૫ હજાર કરોડની પ્રોપર્ટી છે. જો કે, આ પ્રોપર્ટી વિવાદોમાં છે. સરકારે એનિમી પ્રોપર્ટી પ્રોટેકશન એંડ રજિસ્ટ્રેશન એકટમાં સુધારો કર્યો હતો. આ સુધારા બાદ જમીન-મિલકત શત્રુ સંપત્તિની હદમાં આવી ગઈ છે.

એકટ પ્રમાણે, શત્રુ સંપત્ત્િ। પર કોઈ પક્ષ જો પોતાના ઉત્તરાધિકારનો દાવો માંડે તો તેણે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કેસ કરવો પડશે. એવામાં સૈફ તૈમૂરને નવાબ નહીં બનાવી શકે.

સૈફની ભોપાલ ઉપરાંત હરિયાણા, દિલ્હી અને મુંબઈમાં પણ કરોડોની પ્રોપર્ટી છે. હરિયાણા સ્થિત પટૌડી મહેલની કિંમત ૮૦૦ કરોડ રૂપિયા છે. તૈમૂરનો પહેલો બર્થ ડે આ જ ૮૦૦ કરોડના મહેલમાં મનાવાયો હતો.

સૈફે કરીના સાથે ૨૦૧૨માં લગ્ન કર્યા હતા. આ પહેલા બંનેએ ૩ વર્ષ એકબીજાને ડેટ કર્યા હતા. સૈફે કરીનાને જે એન્ગેજમેન્ટ રિંગ પહેરાવી હતી તેની કિંમત ૨ કરોડ રૂપિયા હતી. સૈફે તૈમૂરને ૧.૩૦ કરોડની કાર ગિફટ કરી હતી.

તૈમૂરને પહેલા બર્થ ડેમાં ૧૦૦૦ સ્કવેર ફૂટમાં ફેલાયેલું જંગલ ગિફટમાં આપવામાં આવ્યું છે. સૈફ તૈમૂરને ભણવા માટે બોર્ડિંગ સ્કૂલમાં મોકલવાનો છે. જો કે તૈમૂર ૧૩ વર્ષનો થશે તે બાદ જ તેને હોસ્ટેલમાં મૂકશે.

(4:20 pm IST)