Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

કંગના રનૌત સ્ટારર ફિલ્મ મણિકર્ણિકાનું પોસ્ટર થયુ રિલીઝ

મુંબઈ :બોલીવુડની અભિનેત્રી કંગના રનૌતની મોસ્ટ અવેઇટેડ ફિલ્મ ‘મણિકર્ણકા: ધ ક્વીન ઑફ ઝાંસી'નું પ્રથમ પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. પોસ્ટરમાં કંગના રનૌત દમદાર લૂકમાં જોવા મળી રહી છે. ફિલ્મના આ પોસ્ટરમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ પોતાના દિકરાને પીઠ પાછળ બાંધીને બ્રિટિશરો સાથે લડાઈ કરતી જોવા મળી રહી છે. ફિલ્મમાં કંગના સિવાય અંકિતા લોખંડે, સોનૂ સૂદ, પણ મહત્વના રોલમાં છે.

(1:58 pm IST)