Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

કરિશ્મા કપૂર વેબ સિરીઝ થકી કરશે કમબેક

નેવુંના દસકમાં શાનદાર અભિનય અને ખુબસૂરતીથી દર્શકોના દિલ જીતી લેનારી અભિનેત્રી કરિશ્મા કપૂર વધુ એક વખત તેના ચાહકો સામે આવી રહી છે. લાંબા સમયથી ફિલ્મી પરદેથી દૂર રહેલી કરિશ્મા કમબેક કરવાની તૈયારીમાં છે. તે ઓલ્ટ બાલાજીની એક વેબ સિરીઝમાં જોવા મળવાની છે. ફિલ્મ અને સિરિયલના નિર્માણ માટે જાણીતી એકતા કપૂર કરિશ્માને વેબ સિરીઝમાં ખાસ રોલ આપવા ઇચ્છે છે. જો કે મા બન્યા પછી કરિશ્માએ કહ્યું હતું કે હવે મારો ફરીથી અભિનય કરવાનો ઇરાદો નથી, પણ કહાની પસંદ આવશે તો હું ચોક્કસ કામ કરીશ. લાગે છે કરિશ્માને હવે તેની મનપસંદ કહાની મળી ગઇ છે.  કરિશ્મા હાલમાં આ વેબ સિરીઝ બાબતે વધુ કંઇ કહેવા ઇચ્છતી નથી. કરીશ્મા છેલ્લે ૨૦૧૨માં ફિલ્મ ડેન્જરસ ઇશ્કમાં જોવા મળી હતી. એ ફિલ્મ ફલોપ નિવડી હતી.

(1:02 pm IST)