Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

નેહા પેન્ડસેએ ફરી ગ્લેમરસ તસ્વીરો પોસ્ટ કરી

ટીવીની મોટા ભાગની સુપરસ્ટાર અભિનેત્રીઓ હાલમાં ફિટનેસની બાબતમાં ખુબ જ સજાગ થઇ ગઇ છે. તેનો અંદાજો તેની ઇંસ્ટાગ્રામ તસ્વીરો પરથી આવે છે. અવાર-નવાર કોઇને કોઇ ટીવીની અભિનેત્રી  એક એકથી ચડીયાતી તસ્વીરો પોસ્ટ કરતી રહે છે. હવે આ લિસ્ટમાં મૈં આઇ કમ ઇન મેડમ શોની મેડમજી એટલે નેહા પેન્ડસે પણ સામેલ થઇ ગઇ છે. અગાઉ પોલ ડાન્સના વિડીયો થકી હલચલ મચાવનાર નેહાએ વર્કઆઉટ વિડીયો અને ગ્લેમરસ તસ્વીરો પણ વાયરલ કરી હતી. નેહાને પોતાની સફરમાં અનેક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. તેમજ વધુ વજનને કારણે આલોચનાઓનો સામનો પણ કર્યો હતો. પણ હવે તે બોલીવુડ સુપરસ્ટારને ટક્કર આપે તેવું ફિગર ધરાવે છે. નેહા હાલમાં પાર્ટનર-ટ્રબલ હો ગઇ ડબલ નામના શોમાં કામ કરે છે.

(1:02 pm IST)