Gujarati News

Gujarati News

News of Friday, 16th July 2021

નિર્માતા ભૂષણ કુમાર સામે બળાત્કારનો કેસ દાખલ : 30 વર્ષીય મહિલાએ લગાવ્યો આરોપ

મુંબઈ: 30 વર્ષીય મહિલાએ ટી-સીરીઝના મેનેજિંગ ડિરેક્ટર અને નિર્માતા ભૂષણ કુમાર સામે બળાત્કારનો કેસ દાખલ કર્યો છે. પીડિતાનો આરોપ છે કે ટી-સીરીઝના પ્રોજેક્ટમાં કામ મેળવવાના બહાને ભૂષણ કુમારે તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. મુંબઈની ડી.એન.નગર પોલીસે ગુનો નોંધ્યો છે. યુવતીએ પોતાની ફરિયાદમાં કહ્યું હતું કે ભૂષણ કુમારે તેને ધમકી આપી હતી કે જો તેણી ફરિયાદ કરશે તો તે તેના વીડિયો અને તસવીરો લીક કરશે. હમણાં સુધી, આ મામલે ભૂષણ કુમાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

(5:32 pm IST)