Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

ઉર્વશી રોૈતેલાએ વધારી દીધી ફી

બોલીવૂડ અભિનેત્રી ઉર્વશી રોૈતેલા પોતાની ફિલ્મો કરતાં સોશિયલ મિડીયાને કારણે વધુ ચર્ચામાં છે. જો કે હાલમાં તેની આગામી ફિલ્મ વર્જીન ભાનુપ્રિયાને કારણે  ચર્ચામાં છે. આ ફિલ્મ માટે તેને ખુબ મોટી રકમની ફી નિર્માતાઓએ ચુકવી છે. ચર્ચા છે કે ઉર્વશીએ આ ફિલ્મ માટે સાત કરોડ રૂપિયા ફી વસુલ કરી છે. ફિલ્મના અન્ય અભિનેતા-અભિનેત્રીઓની તુલનામાં આ રકમ ખુબ મોટી સમજાય છે. ચર્ચા એવી પણ છે કે તાજેતરમાં ઉર્વશીને અમિતાભ બચ્ચન સાથે એક સુપરહિટ ીફલ્મની સિકવલ ઓફર થઇ હતી. પરંતુ તેની પાસે તારીખો ન હોવાથી તેણે આ ફિલ્મમાં કામ કરવાની ના કહી દીધી હતી. ઉર્વશીની વર્જીન ભાનુપ્રિયા આજ સોળમી જુલાઇથી ઓટીટી પ્લેટફોર્મ ઝીફાઇવ પર રિલીઝ થઇ ચુકી છે. ઉર્વશી આ ફિલ્મમાં ભાનુપ્રિયાના રોલમાં છે. તેની સાથે અર્ચના પુરણસિંઘ, રાજીવ ગુપ્તા, ગોૈતમ ગુલાટી, બ્રીજેન્દ્ર કાલા, નિકી અનેજા, રૂમાના મોલ્લા સહિતના કલાકારો છે.

 

(10:14 am IST)