Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

નચ બલીયે સિઝન ૯ની સ્પર્ધક શ્રધ્ધા આર્યા થઇ નારાજ

સેલિબ્રિટી ડાન્સ રિયાલીટી શો નચ બલીયેની નવમી સિઝન આવી રહી છે. આ માટે જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. શોના નિર્માતા આ શોમાં બલીયે વર્સિસ એકસની નવી થીમને દર્શકો સામે લાવવા ખુબ ઉત્સાહિત છે. સલમાન ખાન પ્રોડકશન હાઉસ આ શો લાવી રહ્યું છે. જેનો પ્રિમિયર ૧૯મી જુલાઇએ યોજાશે. આ શોમાં સ્પર્ધકોની લિસ્ટમાં ઉર્વશી ધોળકીયા, શ્રધ્ધા આર્યા સહિતના નામાંકિત ટીવી સ્ટાર છે. તો હવે અનિતા હસનંદાની પણ સામેલ થઇ છે. પણ એવી ચર્ચા વહેથી થઇ છે કે અનિતાને આ શો માટે ખુબ મોટી ફી આપવામાં આવતાં તેના કારણે શ્રધ્ધા આર્ય નારાજ થઇ ગઇ છે. તો બીજી તરફ વિશાલ સિંહને શુટીંગ વખતે પોતાની પૂર્વ પ્રેમિકા સાથે લડાઇ થઇ ગયાની વાત પણ સામે આવી હતી. અનિતાને એક એપિસોડ માટે નવ લાખ રૂપિયા અપાયા છે. તેની સામે શ્રધ્ધાને પોતાની ફી ઓછી હોવાનું લાગી રહ્યું છે.

(9:46 am IST)