Gujarati News

Gujarati News

News of Tuesday, 16th July 2019

સાહોની રાહ જોઇ રહી છે એવલીન

અભિનેત્રી એવલીન શર્મા હવે ફિલ્મ 'સાહો'ની રાહ જોઇ રહી છે. સાઉથના સુપરસ્ટાર પ્રભાસ અને બોલીવૂડ બ્યુટી શ્રધ્ધા કપૂરની મુખ્ય ભૂમિકા વાળી આ ફિલ્મમાં એવલીનને પણ ખાસ રોલ અપાયો છે. એવલીને આ પહેલા યારિયા, યે જવાની હૈ દિવાની, નોૈટંકી સાલા સહિતની ફિલ્મો કરી છે. સાહો પંદરમી ઓગષ્ટના રિલીઝ થવાની છે. મોેડેલિંગમાંથી અભિનય ક્ષેત્રે આવેલી એવલીન ફિલ્મોથી ભલે દુર રહેતી હોઇ પરંતુ સોશિયલ મિડીયા ઇંસ્ટાગ્રામમાં પોતાની બોલ્ડ તસ્વીરોને કારણે સતત ચર્ચા જગાવતી રહી છે અને ચાહકોની વચ્ચે રહે છે. એવલીને બોલીવૂડમાં ૨૦૧૨માં ફિલ્મ ફ્રોમ સિડની વિથ  લવથી કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે ઇંગ્લીશ ફિલ્મો પણ કરી છે. હિન્દી મિડીયમ ફિલ્મમાં પણ રોલ નિભાવ્યો હતો. જબ હેરી મેટ સેજલમાં પણ કામ કર્યુ છે. સાહો ઉપરાંત કિસ્સેબાજ નામની ફિલ્મ પણ તે કરી રહી છે. 

 

(9:46 am IST)