Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

વેબ સીરીઝ 'સેક્રેડ ગેમ્સ'ના બીજા ભાગમાં પંકજ ત્રિપાઠી લીડ રોલમાં

મુંબઈ: વિક્રમ ચંદાની નોવેલ પર આધારીત વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સ ઈન્ટરનેટ પર હાલ ખૂબ છવાયેલી છે. નવાઝુદ્દીન સિદ્દકી સીરીઝમાં વિલનના પાત્રમાં છે, જ્યારે સૈફ અલી ખાન એક પોલીસ અધિકારીના રોલમાં છે. સીરીઝના ગણ્યા ગાંઠયા એપિસોડે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે ત્યારે સીઝનનો બીજો ભાગ વ્યુઅર્સ માટે શું ખાસ લઈને આવવે છે. સુત્રોના જણાવ્યા મુજબ, બીજા ભાગમાં અભિનેતા પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં નજરે પડશે. મેકર્સ બીજી સીઝનની તૈયારી કરી ચુક્યા છે. જેનુ શુટિંગ મુંબઈમાં નવેમ્બરથી શરુ કરવામાં આવશે. પ્રથમ સીઝનમાં ગુરુજીનું પાત્ર ભજવી રહેલ પંકજ ત્રિપાઠી બીજા ભાગમાં નવાઝુદ્દિન સિદ્દકીની સાથે સેન્ટ્રલ રોલમાં નજરે પડશે. પ્રથમ સીઝનમાં માત્ર તેમનો વોઈસ ઓવર અને તેમને ત્રણ સીન માટે દર્શાવાયા છે. પરંતુ હવે બીજી સીઝનમાં તેને મહત્વ આપવામાં આવશે. એકબાજુ દર્શકોને વેબસીરીઝ ખૂબ પસંદ પડી છે. તેમજ બીજીબાજુ વિવાદોમાં પણ સપડાતી જોવા મળી રહી છે. વેબસીરીઝમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી રાજીવ ગાંધી વિરુદ્ધ અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરવાનો મામલો ચર્ચાસ્પદ બન્યો હતો અને વિવાદ થયો હતો. 

(2:21 pm IST)