Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

સાઢે સાતી ફિલ્મનું શૂટિંગ અટવાયું

મુંબઇ:  કલાકારો અનિલ કપૂર અને અજય દેવગણને સાથે ચમકાવતી ફિલ્મ સાઢે સાતીનું શૂટિંગ વિલંબમાં પડયું હોવાની જાણકારી મળી હતી. બંને કલાકારોની નિકટનાં સૂત્રોએ આપેલી માહિતી મુજબ બંને હાલ પોતપોતાની અન્ય ફિલ્મોમાં વ્યસ્ત હોવાથી બંને સાથે બલ્કમાં તારીખો ફાળવી શકે એમ નથી એટલે નછૂટકે ફિલ્મના શૂટિંગને મુલતવી રાખવાની એના સર્જકોને ફરજ પડી હતી. બંને માટે ૫૫ દિવસના એક શિડયુલની તૈયારી કરવામાં આવી હતી અને એેની ઔપચારિક જાહેરાત પણ કરવામાં આવી હતી. પરંતુ બંને એટલા વ્યસ્ત છે કે હાલ તારીખો ફાળવી શકે એમ નથી એટલે શૂટિંગ મુલતવી રાખ્યા સિવાય બીજો કોઇ વિકલ્પ રહ્યો નહોતો. અનિલની ફન્ને ખાન હાલ રિલિઝ થવાની તૈયારીમાં છે. ત્યારબાદ એક લડકી કો દેખા તો ઐસા લગા અને ટોટલ ધમાલ શરૃ કરશે. સાથોસાથ ઓલિમ્પિક્સ શૂટર અભિનવ બિન્દ્રાની  બાયો ફિલ્મ પણ કરી રહ્યો છે. બીજી બાજુ અજય માટે પણ સ્થિતિ એવી છે કે માથું ઊંચું કરી શકવાની સ્થિતિમાં નથી. ટોટલ ધમાલ ઉપરાંત તાનાજી અનસંગ હીરો કરી રહ્યો છે. હવે એણે ચાણક્ય અને લેજંડરી ફૂટબૉલ કોચ સૈયદ અબ્દુલ રહીમની બાયો-ફિલ્મ પણ સાઇન કરી છે. આમ પણ બે વર્ષ સુધી બીઝી રહેવાનો છે.

(2:20 pm IST)