Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

બનેવી આયુષ શર્માએ કર્યા સલમાન ખાનના વખાણ

મુંબઇ: સુપર સ્ટાર સલમાન ખાને ગયા વર્ષે લવરાત્રિ ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. પરંતુ પોતાના બનેવી આયુષ શર્માને છેલ્લાં ચારેક વર્ષથી અભિનેતા બનવાની તાલીમ આપી રહ્યો હતો એવી જાણકારી મળી હતી. સલમાનની ઇમેજ એક્શન સ્ટારની છે એટલે એણે આયુષને પહેલાં તો ફિટનેસ માટે તાલીમ આપવાની શરૃઆત કરી હતી. એણે કહ્યું હતું કે ભવિષ્યમાં તમારે એક્શન દ્રશ્યો પણ કરવાં પડશે. માટે ડબલ્સ પર આધાર રાખવાને બદલે આપણે પોતે ફિઝિકલી ફિટ થઇ જવું જોઇએ. સલમાનની શીખવવાની પદ્ધતિ કેવી છે એે વિશે બોલતાં આયુષે કહ્યું કે બજરંગી ભાઇજાનનું શૂટિંગ ચાલી રહ્યું હતું ત્યારની વાત છે. એક રાત્રે સલમાનભાઇની વિનંતી સ્વીકારીને એક સ્ટંટમેને મને એક સ્ટંટ શીખવ્યો હતો. બીજે દિવસે હું અને સલમાન ભાઇ સાથે લટાર મારી રહ્યા હતા ત્યારે તેમણે મને અગાઉથી ચેતવ્યા વિના રેતીના ઢગલા તરફ ધકેલી દીધો હતો. શું થઇ રહ્યું છે વિશે વિચારતાં હું તો ગબડતો ગબડતો નીચે જઇ પડયો. પછી સલમાને મને સમજાવ્યંુ કે માનસિક રીતે પણ ગમે તે સ્ટંટ માટે આપણે તૈયાર રહેવું જોઇએસલમાને રીતે વારંવાર આયુષને ગબડાવ્યો હતો જેથી આયુષને સમજાઇ જાય કે સ્ટંટ કરવાની સાચી ટ્રીક કઇ છે. આયુષે કહ્યું કે ત્રીજી ચોથીવાર આવું બન્યું ત્યારે હું સ્વસ્થપણે ગબડતો રહ્યો જાણે કેમેરા સામે ગબડી રહ્યો હોઉં. પછી સલમાન ભાઇએ મને શાબાશી આપી હતી. તેમણે મને કહ્યંુ કે ગમે ત્યારે ગમે તે સ્ટંટ કરવા માટે તૈયાર રહેવું જોઇએ. કઇ ફિલ્મમાં કયો સ્ટંટ ક્યારે કરવો પડશે એની અગાઉથી આપણને ખબર હોતી નથી. તેમણે મને એમ પણ સમજાવ્યંુ કે તમને શીખવવામાં આવેલા દરેક સ્ટંટને તમારે યાદ રાખવો જોઇએ.

(2:19 pm IST)