Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

ભવિષ્યમાં રણવીર સિંહ જોવા મળશે કંઈક આવા લૂકમાં

મુંબઈ: અભિનેતા રણવીર સિંઘ નજીકના ભવિષ્યમાં વિજ્ઞાન મંડિત ફિલ્મ કરશે એેવો અણસાર એણે પોતે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલા એક ફોટોગ્રાફ દ્વારા આપ્યો હતો. ફોટોગ્રાફમાં એણે હોલિવૂડની સુપરહિટ ફિલ્મ આયર્ન મેનના મુખ્ય પાત્ર જેવો પોષાક પહેરેલો હતો અને એના હાથમાં ગન હતી. ફોટોગ્રાફ સાથે એણે ફક્ત એટલું લખ્યું હતું કે હું આવી રહ્યો છુ. બોલિવૂડના પ્રતિષ્ઠિત યશ રાજ ફિલ્મ્સે ફોટોગ્રાફ જોયા બાદ રણવીર સિંઘને  બિરદાવતો સંદેશો મૂક્યો હતો. રણવીર સિંઘ હાલ રોહિત શેટ્ટીની સિમ્બા કરી રહ્યો છે. ફિલ્મ કરણ જોહરની છે અને પહેલીવાર કરણ જોહર અને રોહિત શેટ્ટીએ હાથ મિલાવ્યો હતો. ઉપરાંત રણવીરે તાજેતરમાં આલિયા ભટ્ટ સાથે ઝોયા અખ્તરની ગલી બૉય ફિલ્મ કરી હતી. મુંબઇની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં રહીનેય  સખત પુરુષાર્થ દ્વારા ગાયક બનેલા એક યુવાનની કથા ગલી બૉયમાં છે. પોતાની સાયન્સ ફિલ્મ વિશે રણવીરે જો કે વધુ કોઇ માહિતી આપી નહોતી.

(2:18 pm IST)