Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

હોરરના શોખીનો માટે સપ્ટેમ્બરમાં આવશે-લુપ્ત

હોરર-થ્રિલર ફિલ્મના શોખીનો માટે વધુ એક ફિલ્મ 'લુપ્ત' આવી રહી છે. આ ફિલ્મમાં એક બાળકીને શૈતાની તાકાતના સકંજામાં દેખાડાઇ છે. ફિલ્મમાં જાવેદ જાફરી, વિજય રાજ, કરણ આનંદ, નિકી વાલિયા, મિનાક્ષી દિક્ષીત અને ઋષભ ચઢ્ઢા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન પ્રભુરાજ કરી રહ્યા છે. નિર્માતા હનવંત ખત્રી અને લલિત કિરી છે. આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થશે. સાઇકો થ્રિલર બેઝડ આ ફિલ્મના પોસ્ટરમાં 'દરેક પરિવારની કહાની હોય છે' એ પ્રકારની ટેગ લાઇન છે. આ જોતાં એમ લાગે છે કે ફિલ્મમાં પરિવાર શૈતાની તાકાત સામે લડતો હશે.

(9:33 am IST)