Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ધૂપ કી દીવારનું ટ્રેલર રિલીઝ : શોમાં જોવા મળશે ક્રોસ બોર્ડર લવ સ્ટોરી

મુંબઈ: સુંદર પાકિસ્તાની અભિનેત્રી સજલ અલી અને અભિનેતા આહદ રઝા મીર અભિનીત નવી ધૂપ કી દીવારનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. પાકિસ્તાનમાં બનેલી આ એક ક્રોસ બોર્ડર લવ સ્ટોરી છે. આ શો 25 જૂનથી પ્લેટફોર્મ પર જોઇ શકાશે. સજલ એક જાણીતી પાકિસ્તાની અભિનેત્રી છે, જ્યારે હિન્દી સિનેમામાં તે શ્રીદેવીની છેલ્લી ફિલ્મ મોમ માટે જાણીતી છે, જેમાં સજલે શ્રીદેવીની પુત્રીનો રોલ કર્યો હતો. ધૂપ કી દીવાર ઉમેરા અહેમદે લખી છે અને હબીબ હસન દ્વારા દિગ્દર્શિત છે. શો 'હાર્ટ ઓવર હેટ'ના સંદેશને પ્રોત્સાહન આપે છે.

(4:28 pm IST)