Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

ટૂંક સમયમાં ફરી શરુ થશે કપિલ શર્મા શો! કૃષ્ણ અભિષેકે પોસ્ટ શેર કરી આપ્યો સંકેત

કૃષ્ણાએ આ પોસ્ટમાં કપિલ શર્મા શોની ઓડીયન્સને પણ ટેગ કરી હતી

મુંબઈ : ટીવીમાં ખુબ લોકપ્રિય શો કપિલ શર્મા શોની સૌ રાહ જોઈ રહ્યા છે. આવામાં દર્શકો માટે ખુશખબર આવી છે.ધ કપિલ શર્મા શો જલ્દી જ ટીવી પર પરત ફરી શકે એમ છે. કૃષ્ણા અભિષેકે આ શોને લઈને મોટી હિન્ટ આપી છે. જી હા કૃષ્ણાએ થોડા દિવસ પહેલા એક સેલ્ફી એવી પોસ્ટ કરી હતી જેને લઈને શો પરત ફરવાના અહેવાલ આવ્યા હતા.

ત્યાર બાદ કૃષ્ણાએ તે ફોટો ડીલીટ કરી દીધો હતો. તેણે સેલ્ફીમાં લખ્યું હતું કે, ' જલ્દી જ પરત આવવાના છીએ. અમારી પહેલી ક્રિએટીવ મિટિંગ. ખુબ ઉત્સુક છું. કંઇક નવું આવવાનું છે. કૃષ્ણાએ આ પોસ્ટમાં કપિલ શર્મા શોની ઓડીયન્સને પણ ટેગ કરી હતી. જેનાથી માલુમ પડે છે કે કપિલ શર્મા શોને લઈને મિટિંગ મળી હતી. અને શો ટૂંક સમયમાં આવી શકે એમ છે.

 કપિલ શર્મા આ દિવસોમાં પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. તેની પત્ની ગિન્નીએ ફેબ્રુઆરીમાં એક પુત્રને જન્મ આપ્યો. આ દરમિયાન કપિલે આ શોમાંથી બ્રેક લીધો હતો. કપિલને એક પુત્ર અને એક પુત્રી છે. કપિલની પુત્રીના ફોટા વાયરલ થતા રહે છે, પરંતુ આજ સુધી દંપતીએ પુત્રનો ફોટો શેર કર્યો નથી.

(1:42 pm IST)