Gujarati News

Gujarati News

News of Wednesday, 16th June 2021

હવે આપણે બધાએ આગળ વધવું જોઇએઃ આશા નેગી

ટીવી પરદાનું ખુબ જાણીતું કપલ આશા નેગી અને ઋત્વિક ધનંજાની ગયા વર્ષે અલગ થઇ ગયા હતાં. બંને લગભગ  છ વર્ષ સુધી રિલેશનશીપમાં રહ્યા હતાં. ઋત્વિકથી જુદા થયા પછી આશા નેગીએ કહ્યું કે બંને જ્યારે પણ ઇચ્છે ત્યારે વાત કરે છે. બંને તેમના જીવનમાં આગળ વધ્યા છે. બંનેએ કારકિર્દીના સારા વળાંક પર સંબંધ સમાપ્ત કર્યા હતાં. આશા કહે છે કે સારું જ છે કે અમે અલગ થઇ ગયા છીએ. અમારી શરતો પણ સારી હતી. હજુ પણ અમારે એક બીજા સાથે વાત કરવી હોય કે કંઇ જણાવવું હોય તો અમે વાત કરી લઇએ છીએ. તે આગળ વધી ગયો છે, હું પણ આગળ વધી છું અને મને લાગે છે કે હવે એક વર્ષ થઇ ગયું છે, તેથી આપણે બધાએ આગળ વધવું જોઈએ. અમે એકબીજા માટે સારું ઇચ્છીએ છીએ. કંઇક એવું છે જે સુંદર છે, જે થવું જોઈએ અને થયું છે.

(10:03 am IST)