Gujarati News

Gujarati News

News of Saturday, 16th June 2018

લંડનમાં વેકેશન માણતી કપૂર ગર્લ્સ

લંડન તા.૧૬: સોનમ કપૂર આહુજા તેની બહેન રિયા કપૂર અને કરીના કપૂર ખાન તેની બહેન કરિશ્મા કપૂર સાથે લંડનમાં વેકેશન માણી રહયાં છે. સોનમ તેના પતિ આનંદ એસ. આહુજા સાથે લંડનમાં તેનો બર્થ-ડે સેલિબ્રેટ કરવા ગઇ હતી. કરીના પણ તેના પતિ સૈફ અલીખાન અને દીકરા સાથે વેકેશન માટે લંડનમાં છે.

સોનમના ગયા બાદ થોડા દિવસ રહીને રિયા પણ લંડન પહોંચી હતી અને કરિશ્મા હાલમાં લંડન ગઇ છે. આ ચારેેય હાલમાં સાથે સમય પસાર કરી રહયાં છે. કરિશ્માએ આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો જેમાં સોનમના હાથમાં શોપિંગ બેગ દેખાઇ રહી છે.

(3:52 pm IST)