Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

તારક મહેતા કા ઉલ્‍ટા ચશ્‍માના જેઠાલાલના અંતરંગી શર્ટની દાસ્‍તાનઃ ટીપીકલ ગુજરાતી સ્‍ટાઇલમાં શર્ટની ડિઝાઇન કરનાર કોણ?

જેઠાલાલના રંગેબરંગી શર્ટની ડિઝાઇન કરનાર પણ ગુજરાતી? દરેક તહેવાર માટે અલગ-અલગ શર્ટની ડિઝાઇન કરાય છે તૈયાર

મુંબઇઃ તારક મહેતા કા ઉલ્‍ટા ચશમાના દરેક કિરદારની આમ તો અલગ ઓળખ છે. પરંતુ જેઠાલાલની અળખ તેના અંદાજ કરતા પણ તેના કપડાથી વધુ થાય છે. જેઠાલાલ તેના દરેક એપીસોડમાં જુદી-જુદી ડિઝાઇનવાળા કપડા પહેરે છે, જે દર્શકોના આકર્ષણનું કેન્‍દ્ર પણ છે... ત્‍યારે શું તમને ખબર છે કે જેઠાલાલના ટીપીકલ ગુજરાતી સ્‍ટાઇલના કપડા કોણ ડિઝાઇન કરે છે? આ ડિઝાઇનરનું નામ છે જીતુભાઇ લાખાણી...

દિલીપ જોશી એક ખુબ જ સરસ ગુજરાતી અભિનેતા છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલથી તેઓ ઘરે-ઘરે ફેમસ થઈ ગયા છે. આ સીરિયલમાં તેઓ જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યાં છે. જેમાં તેઓ એક ગુજરાતી વેપારી છે અને એક સોસાયટીમાં પડોશીઓ સાથે હળીમળીને રહે છે. આ સોસાયટીનું નામ છે ગોકુલ ધામ. જેઠાલાલના જીવનમાં અને તેની આસપાસ બનતી ઘટનાઓ અને કિસ્સાઓને આ ધારાવાહિકમાં સુંદર રીતે દર્શાવવામાં આવી છે.

આ કોમેડી સીરિયલે ટેલીવિઝન ક્ષેત્રના અનેક વિક્રમો પોતાના નામે કરેલાં છે. ત્યારે જેઠાલાલ અલગ અલગ રંગના અતરંગી કપડા અંગે પણ લોકોને જાણવાની ભારે કૂતુહલતા હોય છે. આ આર્ટિકલમાં અમે એજ વિષય પર વિગતવાર માહિતી આપી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલે દર્શકોના દિલ જીત્યા છે. નાના બાળકોથી લઈને વડીલો સુધી તમામને આ સીરિયલ જોવી ગમે છે. જેમાં ખાસ કરીને જેઠાલાલ પોતાના આગવા અંદાજથી અલગ જ છાપ છોડી છે. જેમાં જેઠાલાલના રંગબેરંગી શર્ટ હંમેશા ચર્ચાનો વિષય બન્યા છે. પરંતુ શું તમે જાણો છો કે આ શર્ટ કોણ બનાવે છે.

14 વર્ષથી દર્શકોના દિલ જીત્યાઃ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની તમામ વાતો દર્શકોના દિલ સુધી પહોંચે છે. પછી તે પાત્રોની વાત હોય કે તેમના અલગ અલગ અંદાજની. જેના લીધે છેલ્લા 14 વર્ષથી દર્શકોની પહેલી પસંદ બનેલી છે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ.

જેઠાલાલનું શર્ટ બન્યું આકર્ષણઃ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના તમામ પાત્રોમાંથી સૌથી અનોખું પાત્ર છે જેઠાલાલનું. જેઠાલાલની બોલવાથી લઈને ડાન્સ કરવાની સ્ટાઈલ લોકોને મન જીતી લે છે. એમા પણ જેઠાલાલની ખાસ ડિઝાઈનવાળી શર્ટ તો હંમેશ આકર્ષણ જગાવે છે.

જેઠાલાલના શર્ટની ડિઝાઈન છે અનોખીઃ

ક્યારેક લાલ, તો ક્યારેક નારંગી અને ક્યારેક તો પીળા રંગની શર્ટમાં સજ્જ જોવા મળે છે છેઠાલાલ. દરેક વખતે જેઠાલાલની શર્ટની અદભૂત ડિઝાઈન કરવામાં આવે છે. જે લોકોનું ધ્યાન ખેંચવામાં સફળ થાય છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોનાર દરેક દર્શક જેઠાલાલની શર્ટ જોઈને દંગ રહી જાય છે.

કોણ કરે છે જેઠાલાલની શર્ટની ડિઝાઈનઃ

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેટલું અનોખું જેઠાલાલનું પાત્ર છે તેનાથી વધારે અનોખી તેમની શર્ટ હોય છે. સીરિયમાં જેઠાલાલને છોડીને બીજા કોઈ પાત્ર આવી ડિઝાઈનવાળી શર્ટ નથી પહેરતા. ત્યારે જેઠાલાલની શર્ટ ડિઝાઈન કરવા માટે પણ ખાસ ડિઝાઈનર રાખવામાં આવેલ છે. જે માત્ર જેઠાલાલની શર્ટ જ ડિઝાઈન કરે છે.

જીતુભાઈની ડિઝાઈન કરે છે કમાલઃ

મળતી માહિતી મુજબ દિલીપ જોશી જે જેઠાલાલનું રોલ કરે છે તેમના માટે ખાસ ડિઝાઈનર રાખવામાં આવ્યા છે. જેઠાલાલ માટે જીતુભાઈ લાખાણી શર્ટ ડિઝાઈન કરે છે. મુંબઈમાં રહેતા જીતુભાઈ ગુજરાતી સ્ટાઈલમાં શર્ટની ડિઝાઈન તૈયાર કરે છે. જીતુભાઈની ડિઝાઈનમાં તૈયાર થયેલ શર્ટ દરેક વ્યક્તિને ગમે છે.

પ્રસંગોમાં જોવા મળે છે આવી શર્ટઃ

આપણે ખાસ પ્રસંગ પર આવી ડિઝાઈનવાળી શર્ટ પહેરવાની પરંપરા છે. જેથી સીરિયલમાં પણ દરેક ખાસ પ્રસંગે જેઠાલાલ અલગ શર્ટમાં જોવા મળે. જેમ કે સ્વતંત્ર પર્વ પર ખાસ ત્રણ રંગના ઉપયોગથી તૈયાર થયેલી ડિઝાઈનવાળા શર્ટ પહેરવામાં આવે છે. તો મકરસંક્રાંતિ પર શર્ટ પર પતંગની ડિઝાઈન જોવા મળે છે. જ્યારે દિવાળી પર દીવડાની ડિઝાઈન વાળા શર્ટ જોવા મળતા હોય છે.

(5:42 pm IST)