Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

સિડની ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી નવાઝુદ્દીન સિદ્દીકીની આ ફિલ્મ

મુંબઈ:  નવાઝુદ્દીન સિદ્દીકીના ચાહકો માટે એક સારા સમાચાર છે. નવાઝુદ્દીન સિદ્દીકીની એક ફિલ્મ સિડની ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી ગઈ છે. બોલિવૂડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીની અમેરિકન-બાંગ્લાદેશી ડ્રામા ફિલ્મ 'નો લેન્ડ્સ મેન' સિડની ફેસ્ટિવલ માટે પસંદ કરવામાં આવી છે. નવાઝુદ્દીને સિડની ફિલ્મ ફેસ્ટિવલ માટે ફિલ્મ 'નો લેન્ડ્સ મેન' પસંદ કરવામાં આવી રહી છે તે વિશે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે મેગન મિશેલ સાથે જોવા મળી રહ્યો છે. આ તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરતાં તેણે લખ્યું, 'આ ફિલ્મ મારા દિલની ખૂબ જ નજીક છે. આ વખતે સિડની ફિલ્મ ફેસ્ટિવલમાં નો લેન્ડ્સ મેન સત્તાવાર રીતે પસંદ કરવામાં આવ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે મુસ્તોફા સરવર ફારૂકી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'નો લેન્ડ્સ મેન'નું સંગીત એઆર રહેમાને આપ્યું છે. આ ફિલ્મનું શૂટિંગ ભારત, અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં થયું છે.

(2:59 pm IST)