Gujarati News

Gujarati News

News of Saturday, 16th May 2020

ફિટનેસને મહત્‍વ આપતી હિના ખાન

મુંબઇ તા. ૧૬ : : હિના ખાનને પોતાની બોડી ટાઇપ વિશે જાણવા મળી ગયું છે. હાલમાં પવિત્ર માસ રમઝાન ચાલી રહ્યો હોવાથી હિના રોજા રાખી રહી છે. પોતાની દિનચર્યા વિશે તે સતત સોશ્‍યલ મીડિયા પર પોસ્‍ટ કર્યા કરે છે. લોકડાઉનને કારણે વર્કઆઉટ કરીને પોતાને ફિટ રાખી રહી છે. તેણે પોતાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં તેણે રેડ ફલોરલ ગાઉન પહેર્યું છે. આ ફોટોને ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર કરીને હિનાએ કેપ્‍શન આપી હતી કે‘મેં ફાઇનલી મારી બોડી ટાઇપ શોધી કાઢી છે. અવરગ્‍લાસ સાથે માત્ર થોડી મિનિટ્‍સ.'

(4:25 pm IST)