Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે 10 દિવસમાં કંગના રનૌતે ઘટાડ્યું 5 કિલો વજન

મુંબઇ: મોખરાની અભિનેત્રી નેશનલ એવોર્ડ વિજેતા કંગના રનૌતે કાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં સુંદર અને પાતળી દેખાવા માટે દસ દિવસમાં પાંચ કિલો વજન ઊતાર્યું હોવાનું જાણવા મળ્યું હતું.ફિલ્મના રોલ માટે કલાકારો વજન વધારે ઘટાડે બહુ જાણીતી વાત છે પરંતુ કોઇ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં સુંદર દેખાવા માટે રાતોરાત વજન ઘટાડવાનો કદાચ પહેલો કિસ્સો છે.અગાઉ આમિર ખાને દંગલ માટે અને સલમાન ખાને સુલતાન માટે રીતે વજનમાં વધારો ઘટાડો કર્યો હતો. રિચા ચડ્ડાએ પણ લવ સોનિયા ફિલ્મના રોલ માટે વજન ઘટાડયું હતું.જો કે રીતે વજનમાં વધારો ઘટાડો કરવાનંુ વ્યક્તિના આરોગ્ય માટે હિતકારી નથી એવું નિષ્ણાત ડૉક્ટરો કહી ચૂક્યા છે. કંગનાની ટીમે સોશ્યલ મિડિયા પર એવા ફોટોગ્રાફ શૅર કર્યા હતા જેમાં કંગના વર્ક આઉટ કરતી દેખાતી હતી. સાથોસાથ 'પહેલાં' અને 'પછી' લખેલી બે અલગ તસવીરો પણ ટીમે મૂકી હતી જેને કંગનાના ચાહકોએ બિરદાવી હતી

(5:24 pm IST)