Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

કંગનાએ આદિત્ય પંચોલી વિરૂદ્ધ ફરીયાદ દાખલ કરી : શારીરિક હિંસા-મારપીટનો આરોપ

જો કે આ મામલો ૧૩ વર્ષ જૂનો છે, તે સમયે બંને રીલેશનશીપમાં હતા : બંને સાથે રહેતા હતા

મુંબઇ,તા.૧૬ : આદિત્ય પંચોલી અને કંગના રનૌતનો વર્ષો જૂનો વિવાદ એક વખત ફરીથી ચર્ચામાં છે. ક્યારેક બંને રિલેશનશિપમાં હતા. પરંતુ એમના રિલેશન સમયની સાથે ખરાબ રીતે પૂર્ણ થયા. કંગનાએ આદિત્ય પંચોલી પર શારીરિક હિંસા અને મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. હવે માહિતી મળી છે કે આદિત્ય પંચોલીએ થોડાક દિવસ પહેલા કંગના રનૌતની વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ દાખલ કરાવી છે.

આદિત્ય તરફથી કરવામાં આવેલી ફરિયાદ, કંગનના અને એની બહેન રંગોલી ચંદેલનો એ ફરિયાદનો જવાબ છે જેમાં એને આદિત્ય પર શોષણ અને ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. ફરિયાદમાં આદિત્ય પંચોલીએ દાવો કર્યો છે કે કંગના રનૌતના વકીલે એની પર કેસ દાખલ કરવાની ધમકી આપી છે. જે આદિત્યના હિસાબથી ખોટું છે.

આદિત્ય પંચોલીએ કંગના વિરુદ્ધ રવિવારે મુંબઇના વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી, આદિત્ય પંચોલીએ પુરાવા તરીકે વીડિયો અને ફોન રેર્કોડિંગ પણ જમા કરાવ્યા છે. કંગના અને આદિત્ય વચ્ચેનો આ મામલો ૧૩ વર્ષ જૂનો છે.

આદિત્યનું નામ લીધા વગર એની સાથે સંબંધને લઇને કંગના રનૌતે કહ્યું કે અમે પતિ પત્નીની જેમ જ રિલેશનશિપમાં હતા. અમે બંને અમારા માટે યારી રોડ પર એક ઘરનું પ્લાન પણ કરી રહ્યા હતા. અમે એક મિત્રના ઘરે ૩ વર્ષ સુધી એક સાથે પણ રહ્યા હતા. હું જે ફોનનો ઉપયોગ કરી રહી હતી એ પણ એમનો જ હતો.

(4:47 pm IST)
  • ચૂંટણી પંચની આકરી કાર્યવાહી બાદ મમતા બેનર્જી ધુંવાફુંવા :કહ્યું પીએમ નરેન્દ્રભાઈ મોદીને હટાવો;દેશ બહાર કાઢી મુકો :કોલકતામાં થયેલી હિંસાના વિરોધમાં પદયાત્રા કર્યા બાદ મમતાએ કહ્યું કે મોદીએ મારા બંગાળ અને બંગાળીયતનું અપમાન કર્યું :મમતાએ એવો પણ આરોપ લગાવ્યો કે અમિતભાઇ શાહના રોડ શોમાં 15 થી 20 કરોડનો ખર્ચ થયો access_time 1:18 am IST

  • અમેરિકના પ્રાંત અલબામામાં ગર્ભપાત પર લાગ્યો પ્રતિબંધ :આરોપી ડોક્ટરને મળશે 99 વર્ષની જેલસજા :અલબામાની સેનેટે ગર્ભપાત પર પ્રતિબંધવાળા વિધેયકને પસાર કર્યો ; વિધેયકની જોગવાઈ મુજબ ગર્ભપાત કરનાર ડોક્ટરને 99 વર્ષની જેલ થશે access_time 1:06 am IST

  • જેટ એરવેઝ ખરીદી લેવા હિન્દુની ગ્રુપ આતરઃ જેટના પાર્ટનર નરેશ ગોયલની મંજુરી માંગી access_time 4:27 pm IST