Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ડિઝીટલ દુનિયામાં અભય... ઠગનો રોલ

ડિઝીટલ દુનિયામાં વધુ એક બોલીવૂડ સ્ટાર એન્ટ્રી કરી રહ્યો છે. અભય દેઓલ નેટફિલકસ ઇન્ડિયાની પહેલી ઓરિજિનલ ફિલ્મ 'ચોપસ્ટિકસ'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે ડિઝિટલ સેંસેશન મિથિલા પાલકર સાથે દેખાશ. તાજેતરમાં જ આ વેબ ફિલ્મની ઘોષણા થઇ છે. ચોપસ્ટિકસ એક એક આત્મવિશ્વાસથી છલોછલ નિરમા નામની યુવતિની કહાની છે, જે એક ચાઇનિઝ ટ્રાન્સલેટર છે. તેની કાર ચોરાઇ જાય છે, પછી તે આ કાર પાછી મેળવવા એક ઠગની મદદ લે છે. આ ફિલ્મ નિરમા અને આ ઠગની દોસ્તી અને સમગ્ર ઘટનાક્રમને રોચક રીતે રજૂકરશે. મિથિલા પાલકરને આ વેબ ફિલ્મમાં નિરમાનો રોલ મળ્યો છે. મિથિલાએ ઇરફાન ખાન સાથે કારવાં ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. તે અગાઉ નેટફિલકસની સિરીઝ લિટલ થિંગ્સમાં પણ કામ કરી ચુકી છે. અભય ઠગનો રોલ નિભાવી રહ્યો છે. તેનું નામ આર્ટિસ્ટ છે. વિજય રાજ પણ ખાસ રોલમાં છે. સચિન યાર્ડી નિર્દેશક છે. જે અગાઉ ટ્રાફિક સિગ્નલ, કયા સૂપર કૂલ હૈ હમ જેવી ફિલ્મોના સ્ક્રિન રાઇટર રહી ચુકયા છે.

 

(4:46 pm IST)
  • જેટ એરવેઝને ૩૧ માર્ચ ૨૦૧૯ના પુરા થતા કવાટર્સ માટેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં નિષ્ફળ જતા જેટ એરવેઝને એનએસઇએ ૪.૧૫ લાખ રૂ.નો દંડ કર્યો છે access_time 4:26 pm IST

  • રાજકોટમાં ગરમીમાં ઘટાડોઃ ૩૮.૪ ડીગ્રી : ૨૮ કિ.મી.ની ઝડપે પવન ફુંકાય છે. access_time 3:56 pm IST

  • જેટ એરવેઝ ખરીદી લેવા હિન્દુની ગ્રુપ આતરઃ જેટના પાર્ટનર નરેશ ગોયલની મંજુરી માંગી access_time 4:27 pm IST