Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

ગજબની ફેશન સેન્સ ધરાવે છે આલિયા ફર્નિચરવાલા

બોલીવૂડમાં એક પછી એક સ્ટાર સંતાનો એન્ટ્રી કરી રહ્યા છે અને સફળતાની સીડી ચઢી રહ્યા છે. વધુ એક આવી સ્ટાર કિડ ફિલ્મી પરદે આવવા તૈયાર છે. એક સમયની હોટ અભિનેત્રી પૂજા બેદીની દિકરી આલિયા ફર્નિચરવાલા બોલીવૂડમાં આવી રહી છે. સૈફ અલી ખાન સાથે તે એક ફિલ્મ કરી રહી છે. જો કે ફિલ્મી પરદે આવતા પહેલા જ સોશિયલ મિડીયામાં પોતાની બોલ્ડ અને હોટ તસ્વીરો થકી આલિયા આગ લગાડી ચુકી છે. જ્હાન્વી કપૂર, સારા અલી ખાન, અનન્યા પાંડે પછી આલિયા ફર્નિચરવાલા પણ બોલીવૂડમાં ધમાલ મચાવવા તૈયાર છે. સોશિયલ મિડીયા પર સતત એકટીવ રહેતી આલિયા નિયમીત તસ્વીરો પોસ્ટ કરી ચર્ચા જગાવતી રહે છે. એકવીસ વર્ષની આલિયામાં ફેશન સેન્સ પણ ગજબની છે. તે પોતાના ડ્રેસિસથી સોૈને આકર્ષિત કરી રહે છેે. બેહદ હોટ અને ગ્લેમરસ આલિયાની માતા પૂજા બેદીએ ૧૯૯૨માં જો જીતા વોહી સિકંદર ફિલ્મથી કારકિર્દી શરૂ કરી હતી.

 

(4:45 pm IST)
  • જેટ એરવેઝને ૩૧ માર્ચ ૨૦૧૯ના પુરા થતા કવાટર્સ માટેની જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં નિષ્ફળ જતા જેટ એરવેઝને એનએસઇએ ૪.૧૫ લાખ રૂ.નો દંડ કર્યો છે access_time 4:26 pm IST

  • વેનેઝુએલા જતી તમામ ફલાઈટો અમેરિકાએ રદ્દ કરી : સલામતી અને સિકયુરીટી કારણોસર વેનેઝુએલા જતી તમામ વિમાની ઉડ્ડયનો અમેરિકાએ રદ્દ કર્યા છે : વેનેઝુએલામાં ભારે રાજકીય અફરાતફરી પ્રવર્તે છે અને સતત તનાવ વધતો જાય છે ઉપરાંત રાજકીય અસ્થિરતા સર્જાયેલ છે. access_time 3:49 pm IST

  • અમિતભાઇ શાહે કોલકતા બહારથી ગુંડા બોલાવ્યા તેનો અહેવાલ, રાષ્ટ્રીય ચેનલો નહિં દેખાડે કારણ કે તેઓ દલાલ છેઃ મમતા બેનરજી access_time 3:49 pm IST