Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

ભારતીય કલાકરોનું પાકિસ્તાનમાં ખુબ આદર સત્કાર કરવામાં આવે છે: વિનય પાઠક

મુંબઇ: અભિનેતા વિનય પાઠકે કહ્યું હતુંકે પાકિસ્તાનમાં ભારતીય કલાકારોનો ખાસ આદર સત્કાર કરવામાં આવે છે. દુનિયાના બીજા કોઇ દેશમાં ભારતીય કલાકારોની પરોણાગત આટલી સરસ થતી નથી. વર્ષના આરંભે પાકિસ્તાન ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં હાજરી આપવા ગયેલા વિનય પાઠકે કહ્યું, અમને ત્યાં ખાસ સરભરા આપવામાં આવી હતી કારણ કે અમે ભારતીય કલાકાર હતા. આવી સરભરા દુનિયાના બીજા કોઇ દેશમાં ભારતીય કલાકારોને મળતી નથી.'આપણે ભારતીય છીએ એટલા માત્રથી પાકિસ્તાનમાં આપણને સૌથી સારી સરભરા મળતી રહી છે. અન્ય કોઇ દેશમાં આવી ભારતીય કલાકારોને આવી પરોણાગત મળતી નથી એવો મારો ખ્યાલ છે' એમ વિનયે કહ્યું હતું. તેણે કહ્યું કે રાજનેતાઓ અને રાષ્ટ્રીય મિડિયામાં જે તિરસ્કાર કે ધિક્કાર જોવા મળે છે ત્યાં કોમન મેનમાં જરા પણ જોવા મળતો નથી. મને લાગે છે કે લોકોમાં પ્રવર્તતા ભાઇચારાને કોઇ નષ્ટ નહીં કરી શકે. ભેજાફ્રાય અભિનેતા વિનયે વધુમાં કહ્યું કે મેં થોડીક ફિલ્મો જોઇ હતી અને થોડાંત થિયેટર્સ તથા મલ્ટિપ્લેક્સની મુલાકાત પણ લીધી હતી. મને ત્યાં વિતરકોએ કહ્યું હતું કે અહીં ભારતીય ફિલ્મોનું બહુ મોટું માર્કેટ છે. લોકોને ભારતીય ફિલ્મો જોવી ગમે છે.

(3:42 pm IST)