Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કેટલીક પ્રાદેશિક ફિલ્મો હિન્દી ફિલ્મો કરતાં ઘણી સારી હોય છે : સોનાક્ષી સિંહા

મુંબઇ: અભિનેત્રી સોનાક્ષી સિંહાએ કહ્યું હતું કે કેટલીક પ્રાદેશિક ફિલ્મો મેઇનસ્ટ્રીમ હિન્દી ફિલ્મો કરતાં ઘણી સારી હોય છે છતાં ફિલ્મોને રાષ્ટ્રીય કક્ષાએ આવકાર કે પ્રશંસા સાંપડતી નથી. ૨૦૧૪માં સાઉથના મેગાસ્ટાર રજનીકાંત સાથે લિંગા ફિલ્મ કરી ચૂકેલી સોનાક્ષી કહે છે કે પ્રાદેશિક ફિલ્મોની તાકાત મેં જોઇ છે. શક્તિ હિન્દી ફિલ્મોમાં જોવા મળતી નથી. 'મેં લિંગા તમિળ ફિલ્મ કરી ત્યારે એની કામ કરવાની પદ્ધતિ મારા ધ્યાનમાં આવી હતી. એની જે ઊર્જા છે હિન્દી ફિલ્મોમાં જોવા મળતી નથી. લોકોનું સમયપાલન, કથાની મૈાલિકતા, કામ કરવાની પદ્ધતિ, લોકોનો ફિલ્મ પ્રત્યેનો અભિગમ અને વીઝન (દૂરંદેશી) હિન્દી ફિલ્મોમાં જોવા મળતાં નથી' એમ સોનાક્ષીએ કહ્યું હતું. એણે કહ્યું કે એવું હોય તો બાહુબલિ હિન્દીમાં કેમ બની શકે ? જો કે એણે તરત ઉમેર્યું હતું કે મારો ફર્સ્ટ લવ તો હિન્દી ફિલ્મો રહેશે. પ્રાદેશિક ફિલ્મ સર્જકો કરી શકે એવું હિન્દી ફિલ્મો સર્જકો કેમ કરી શકે ?ઔઅત્રે યાદ રહે કે ગયા મહિને ૬૫મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં ઇન્ટરનેશનલ ફિલ્મ સર્જક શેખર કપૂરે પણ કહ્યું હતું કે ભારતમાં મેઇનસ્ટ્રીમ હિન્દી ફિલ્મો કરતાં પ્રાદેશિક ફિલ્મો ઘણી આગળ છે. ડિજિટલ માધ્યમ વિશે પૂછતાં સોનાક્ષીએ કહ્યું કે મનોરંજનનું આપણું ભવિષ્ય છે. મને સારી ઑફર મળશે તો હું પણ ડિજિટલ ફોર્મેટમંા કામ કરીશ. મને એમાં કશો વાંધો નથી.

(3:41 pm IST)