Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

"સાઇના"નું ડિજિટલ પ્રીમિયર 23 એપ્રિલના અમેજોન પ્રાઈમ પર

મુંબઈ: અમેજોન પ્રાઈમ વિડીઓએ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે પરિણીતી ચોપડા અભિનીત અને ભારતીય બેડમીંટન સ્ટાર સાઈના નહેવાલ પર આધારિત ફિલ્મ "સાઈના"નું ડિજિટલ પ્રીમિયર થવાનું છે. આ ફિલ્મ ભારતની શટલર અને એક ખુબ લોકપ્રિય ખેલાડી સાઈના નહેવાલ પર આધારિત છે. આ ફિલ્મમાં તેના જીવનના ઉતાર ચઢાવને રજૂ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન અમોલ ગુપ્તે દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 240 દેશોમાં 23 એપ્રિલના ડિજિટલ પ્રાઈમ પર રિલીઝ થવાની છે.

(5:13 pm IST)