Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

પ્રિયંકા ચોપરાનો ધડાકો : મારૃં પણ થયું છે યૌન શોષણ

મુંબઈ : ગયા વર્ષે શરૂ થયેલા મી ટૂ આંદોલને બોલિવૂડથી માંડીને રાજકારણની દુનિયાને હલાવી દીધું હતું. હવે આ મામલે પ્રિયંકા ચોપરાએ મોટું નિવેદન આપ્યું છે અને મહત્વની વાત છે કે પ્રિયંકાએ ભારતમાં નહીં પણ વિદેશમાં આ નિવેદન આપ્યું છે. પ્રિયંકા હાલમાં ન્યૂયોર્કમાં એક કાર્યક્રમમાં હિસ્સો લેવા ગઈ હતી અને આ દરમિયાન તેણે પોતાની વાત રજૂ કરી હતી.

પ્રિયંકાએ ન્યૂયોર્કના ૧૦માં વાર્ષિક મહિલા સંમેલનમાં હિસ્સો લીધો હતો અને આ દરમિયાન પોતાની આપવીતી સંભળાવી હતી. આ સમયે દેસી ગર્લે કહ્યું હતું કે તે પણ યૌન ઉત્પીડનનો ભોગ બની છે અને આ વિશે વાત કરવામાં તેને કોઈ શરમ નથી. પ્રિયંકાએ નિવેદન આપ્યું હતું કે હવે મહિલાઓ એકબીજાને સમર્થન આપી રહી છે એટલે તેમને રોકવાની કોઈ પાસે શકિત નથી.

પ્રિયંકાએ પોતાની સ્પિચમાં કહ્યું હતું કે આપણી પાસે હંમેશા કહેવા માટે હતું પણ કોઈએ વાત સાંભળી નહોતી. હવે જયારે મહિલાઓ એકબીજાને ટેકો આપી રહી છે ત્યારે આપણને કોઈ રોકી નહીં શકે અને આ એક અવિશ્વસનીય શકિત છે. હવે મારી પાસે કોઈ દ્યટના છે તો એનો ભોગ બનનાની હું એકલી નથી. આ વાત કહેવામાં મને કોઈ શરમ નથી. પોતાની સાથે થયેલા યૌન ઉત્પીડન વિશે વાત કરતા પ્રિયંકા કહ્યું છે કે કદાચ આ કાર્યક્રમમાં હાજર રહેલી તમામ મહિલાઓ કમસે કમ આવા અનુભવમાંથી પસાર થઈ હશે કારણે કે મહિલાઓ સાથે આવું વર્તન થતું રહ્યું છે.

(3:30 pm IST)
  • કાલાવડ રોડ-મહિલા કોલેજ અંડરબ્રીજ પાસે સામાન્‍ય વરસાદમાં અનેક વાહન ચાલકો સ્‍લીપ થયાઃ એકને ઈજા : શહેરના કાલાવડ રોડ મહિલા કોલેજ બ્રીજ પાસે સામાન્‍ય વરસાદમાં રોડ ભીના થતા રોડ ઉપર અનેક વાહનચાલકો સ્‍લીપ થયા હતા. એક સ્‍કૂટર ચાલકને ઈજાગ્રસ્‍ત હાલતમાં ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ મારફત હોસ્‍પીટલે પણ ખસેડવામાં આવેલ છે. access_time 4:34 pm IST

  • વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ સર્ચ ઓપરેશન: વૈષ્ણોદેવી યાત્રાની સાંઝી છત આસપાસનાં જંગલોમાં શંકાસ્પદ હિલચાલની માહિતી : પરંપરાગત યાત્રા માર્ગ બંધ કરાવીને સર્ચ ઓપરેશન ચલાવાયું access_time 1:13 am IST

  • સળગતા બાઇક પર સવાર દંપતિનો ચાર કિમિ પીછો કરીને પોલીસે જીવ બચાવ્યો ::વિડિઓ વાયરલ : ઇટાવાની નજીક એક્સપ્રેસ-વે પર ઉત્તર પ્રદેશ પોલીસની ડાયલ 100 ટીમની પ્રશંસનીય કામગીરી : બાઇક સવાર પર નજર પડી. જેમાં બાઇકમાં આગ લાગેલી હતી:. બાઇકમાં લાગેલી આગ જોઇને પોલીસે બાઇક સવાર દંપતિને જાણ પીછો કર્યો ;બાઈક રોકાવી આગને કાબુમાં લઇને દંપતીનો જીવ બચાવ્યો : આગને કારણે બાઈક બ્લાસ્ટ થવાની હતી ભીતિ access_time 1:17 am IST