Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

કાર્તિક અને સારાની ફિલ્મમાં રણદિપ હુડ્ડા બન્યો લવગુરૂ

કાર્તિક આર્યન અને સારા અલી ખાનની ફિલ્મ લવ આજકલ-૨ બની રહી છે. આ ફિલ્મ અત્યારથી જ ચર્ચામાં છે. અવાર-નવાર સેટ પરની તસ્વીરો સોશિયલ મિડીયા પર આવતી રહે છે. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડાની એન્ટ્રી પણ થઇ છે. તે ફિલ્મમાં સારા અલી ખાનના પિતાની ભુમિકા નિભાવશે તેવી વાતો વહેતી થઇ હતી. પણ હવે સ્પષ્ટ થયું છે કે તે સારાના પિતાના રોલમાં નહિ પરંતુ લવગુરૂના રોલમાં જોવા મળશે. લવ આજકલ-૨માં રણદીપ કાર્તિક આર્યનને પ્રેમના પાઠ ભણાવશે. રણદીપનો આ રોલ ફિલ્મના પહેલા ભાગમાં રિષી કપૂરનો જે રોલ હતો તેના જેવો લાગે છે. રણદીપે કહ્યું હતું કે તે ફિલ્મમાં લવગુરૂ બન્યો છે અને કહાનીને આગળ વધારવાનું કામ કરશે. રણદીપે તેના ભાગના પહેલા શેડ્યુલનું શુટીંગ ઉદયપુરમાં કરશે. એ પછી રાજસ્થાનના રણથંભોર જઇ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરશે. ફોટોગ્રાફી થકી જમા થતાં પૈસાનો ઉપયોગ સમાજ સેવામાં કરે છે.

(9:37 am IST)