Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

પ વર્ષથી શાહરૂખ ખાન કેમ મોટી હિટ ફિલ્મ આપી રહ્યા નથીઃ કમાલ આર. ખાન (કેઆરકે)નું ફરી વિવાદીત ટ્વિટ

નવી દિલ્હી: 2008માં આવેલી ફિલ્મ 'દેશદ્વોહી'થી પોતાના બોલીવુડ કેરિયરની શરૂઆત કરનાર અને પોતાના વિવાદિત ટ્વિટ્સના લીધે હંમેશા ચર્ચામાં રહેનાર કમાલ આર ખાન (કેઆરકે) ફરી એકવાર પોતાના જૂના અંદાજમાં જોવા મળ્યા. તેમણે રવિવરે (14 એપ્રિલ)ના રોજ એક ટ્વિટ કરી બોલીવુડના 'બાદશાહ' શાહરૂખ ખાન પર સવાલ ઉઠાવ્યા. તેમણે આ ટ્વિટ દ્વારા જણાવ્યું કે આખરે કેમ ગત 5 વર્ષોથી શાહરૂખ ખાન કેમ કોઇ મોટી  હિટ ફિલ્મ આપી રહ્યા નથી. 

કેઆરકેએ શું લખ્યું ટ્વિટમાં

કેઆરકેએ એક ટ્વિટ કરતાં લખ્યું કે એસઆરકે (શાહરૂખ ખાન) કેમ ગત 5 વર્ષોથી કોઇ મોટી ફિલ્મ આપી શકતા નથી? તે એક સુપરસ્ટાર છે, સારા એક્ટર છે, એક સારા બિઝનેસમેન પણ છે, પરંતુ તે વિચારે છે કે એક સારી ફિલ્મ બનાવવા વિશે તે બધુ જાણે છે, આ સમસ્યા છે. કેઆરકે એ પોઇન્ટ્સ બનાવી તે લોકોને સમજવાનો પ્રયત્ન કર્યો. જોકે અત્યાર સુધી શાહરૂખ ખાનને કેઆરકેના આ ટ્વિટ પર પોતાનું કોઇ રિએક્શન આપ્યું નથી.

તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ શાહરૂખ ખાનને ધ યૂનિવર્સિટી ઓફ લંડને ફિલાંથ્રોપી સબજેક્ટમાં ડોક્ટરેટની ઉપાધિ આપી છે. આ જાણકારી શાહરૂખે પોતાના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ આપી હતી. શાહરૂખ માટે પહેલી ઉપલબ્ધિ નથી, તેનાથી પહેલાં 2009માં યૂનિવર્સિટી ઓફ બેડફોર્ડશાયર અને વર્ષ 2015માં તેમને યૂનિવર્સિટી ઓફ એડિનબર્ગમાંથી પણ માનદ ઉપાધિથી નવાજવામાં આવ્યા છે. શાહરૂખ ખાન છેલ્લે 'ઝીરો'માં જોવા મળ્યા હતા. જોકે ઇન્ડીયન બોક્સ ઓફિસ પર આ ફિલ્મ કંઇ ખાસ કમાલ કરવામાં અસફળ સાબિત થઇ હતી.

આ ફિલ્મમાં શાહરૂખ ખાને એક ઢીંગણા વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે જે સેરેબ્રલ પાલ્સીનો શિકાર (અભિનેત્રી અનુષ્કા શર્મા) વૈજ્ઞાનિક અને એક પ્રસિદ્ધ અભિનેત્રી (કેટરીના કૈફ)ને પ્રેમ કરે છે.

(5:00 pm IST)