Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

ભારત ફિલ્મમાં સલમાન ખાન સફેદ દાઢી-મુછવાળા લુકમાં

નવી દિલ્હી : સલમાન ખાન બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનો સોથી હેન્ડસમ અને ફેવરિટ એક્ટર છે. તેના ચાહકોની સંખ્યા ઘણી વધારે છે. સલમાનની આગામી ફિલ્મ ભારત ઇદના પ્રસંગે રિલીઝ થવાની છે. આ ફિલ્મને અલી અબ્બાસ ઝફર ડિરેક્ટ કરી રહ્યા છે. આજે સલમાને પોતાની આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ પોસ્ટરમાં સલમાનનો સફેદ દાઢી-મુંછવાળો લુક દેખાય છે.

ભારત સાઉથ કોરિયન ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરની હિન્દી રીમેક છે. ફિલ્મ ઓડ ટૂ માઇ ફાધરમાં 1950થી લઈને 2014 સુધીના સમયને એક સામાન્ય નાગરિકના માધ્યમથી મોટા પડદા પર રજૂ કરવામાં આવે છે. ફિલ્મ ભારતમાં સલમાન ખાનના પાત્રના માધ્યમથી આઝાદી બાદથી લઈને અત્યાર સુધીના સમયને મોટા પડદા પર દર્શાવવામાં આવશે. ફિલ્મમાં દિશા પટની, તબ્બૂ, જૈકી શ્રોફ અને સુનીલ ગ્રોવર પણ મહત્વની ભૂમિકામાં છે. ભારત 5 જૂન, 2019ના ઇદના દિવસે રિલીઝ થશે.

આ ફિલ્મ પછી સલમાન ખાન 'દબંગ 3' માટે જલ્દી કામ શરૂ કરશે. ત્યારબાદ સંજય લીલા ભણસાલીની 'ઈન્શાઅલ્લાહ' ફિલ્મ માટે કામ શરૂ કરશે. ઈન્શાઅલ્લાહ ફિલ્મથી સંજય અને સલમાન 20 વર્ષ બાદ ફરી એક પ્રોજેક્ટમાં સાથે કામ કરશે. આ ફિલ્મમાં સલમાન સાથે આલિયા ભટ્ટ દેખાશે. ઈન્શાઅલ્લાહ આવતા વર્ષે ઈદ પર રિલીઝ થઇ શકે છે.

(4:59 pm IST)
  • રાજકોટમાં સોશ્યલ મીડિયા વોર :લાલચ આપીને ભાજપમાં જોડવા કોશિશ :પાસના કાર્યકરોને લાલચ આપીને ભાજપમાં ખેંચવા પ્રયાસ :મનોજ પનારા અને હેમાંગ પટેલના નામે પોસ્ટ વાયરલ ;જબરી ચકચાર access_time 11:22 pm IST

  • વૈષ્ણોદેવી યાત્રા માર્ગ પર શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ સર્ચ ઓપરેશન: વૈષ્ણોદેવી યાત્રાની સાંઝી છત આસપાસનાં જંગલોમાં શંકાસ્પદ હિલચાલની માહિતી : પરંપરાગત યાત્રા માર્ગ બંધ કરાવીને સર્ચ ઓપરેશન ચલાવાયું access_time 1:13 am IST

  • ઇલેક્શન કમિશને તામિલનાડુની વેલ્લોર લોકસભા બેઠકની ચૂંટણી રદ્દ કરી હોવાનું જણાવ્યું છે. access_time 10:55 pm IST