Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

નવા શો'એક ભ્રમ-સર્વગુણ સંપન્ન'નું ઉદયપુરના સાસ-બહૂ મંદિરમાં લોન્ચીંગ

૧૦૦૦ વર્ષ જુના મંદિરમાં મુખ્ય કલાકાર શ્રેણુ પરિખ તથા દિલ્હી-મુંબઇ અને રાજસ્થાનના પત્રકારોની હાજરી

મુંબઇ તા. ૧૫: સ્ટાર પ્લસ પર આગામી ૨૨ એપ્રિલથી નવો શો 'એક ભ્રમ-સર્વગુણ સંપન્ન' શરૂ થઇ રહ્યો છે. આ શો સોમવારથી  શુક્રવાર સાંજે ૭ કલાકે રજૂ થવાનો છે. આ શોમાં મુખ્ય ભૂમિકા શ્રેણુ પરિખ અને ઝેન ઇમામ નિભાવી રહ્યા છે. નિર્માતાઓનો દાવો છે કે આ શો સામાન્ય સાસુ-વહૂના શો કરતાં તદ્દન અલગ અને એક હાઇપ્રોફાઇલ પ્રભાવશાળી પરિવારની સત્ય કહાની પર આધારીત છે. જો કે આ પરિવારની ઓળખ છતી કરવામાં આવી નથી.

શોને અલગ જ રીતે લોન્ચ કરવા માટે  ઉદયપુરના ૧૦૦૦ વર્ષ જુના સાસ-બહૂ મંદિરની પસંદગી કરવામાં આવી છે. શોનું લોન્ચીંગ આ મંદિર ખાતે થશે. જેમાં નિર્માતાો તેમજ શોના મુખ્ય કલાકાર જ્હાન્વી મિત્તલ (શ્રેણુ પરીખ) તેમજ મુંબઇ અને દિલ્હીના મિડીયા પ્રતિનિધીઓ તથા રાજસ્થાનના પત્રકારો હાજર રહેશે. સુમિત સોડાની નિર્દેશિત અને સની સાઇડઅપ ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ શોમાં અનેક ચોંકાવનારા વળાંકો આવતાં રહેશે.

(12:04 pm IST)
  • વડાપ્રધાન મોદી 23 એપ્રિલના રોજ પોતાનો મત, રાણીપ - અમદાવાદ ખાતે નિશાન વિદ્યાલયના પોલિંગ બુથ પર સવારે 7-30 વાગ્યે આપશે જશે તેમ જાણવા મળે છે. access_time 10:57 pm IST

  • વિવાદી નિવેદન કરવા બદલ નવજોતસિંહ સિધ્ધુ સામે ફરિયાદ દાખલ :કટિહાર જિલ્લા વહીવટી તંત્રે સાંપ્રદાયિક ભડકાઉ ભાષણ આવવા મામલે કોંગ્રેસના નેતા નવજોતસિંહ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી :નવજોતસિંહ સિધ્ધુએ મુસલમાનોને એકજુથ થઈને મત આપવા અપીલ કરતા વિવાદ થયો હતો access_time 1:04 am IST

  • સુશીલ મોદી રાહુલ પર કરશે માનહાનીનો કેસ : કર્ણાટકમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સભા ગજવતા કહ્યું હતું કે, મોદી સરનેમ વાળા તમામ ચોર તેવું વિવાદીત નિવેદન પર સુશીલ મોદી રાહુલ વિરૂદ્ધ માનહાનીનો કેસ કરશે access_time 4:01 pm IST