Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

શ્રધ્ધા સૌથી સારી મિત્રના લિસ્ટમાં છેઃ પરિણીતી ચોપડા

અભિનેત્રી શ્રધ્ધા કપૂરે બેડમિન્ટન પ્લેયર સાઇના નહેવાલની બાયોપીક માટે કામ શરૂ કરી દીધા પછી આ ફિલ્મ છોડી દીધી હતી. હવે તેની જગ્યાએ આ રોલ પરિણીતી ચોપડા નિભાવી રહી છે. પરિણીતીએ શુટીંગ પણ શરૂ કરી દીધું છે. બીજી તરફ બોલીવૂડમાં એવી ચર્ચા વહેતી થઇ છે કે પરિણીતીને કારણે શ્રધ્ધા નારાજ છે. જો કે પરિણીતીએ કહ્યું હતું કે આવી વાતો માત્ર અફવા છે. બોલીવૂડમાં સૌથી સારી મિત્રતાના લિસ્ટમાં કોણ-કોણ છે? તેવું પુછાતાં પરિણીતીએ શ્રધ્ધા, સોનાક્ષી અને આલિયા ભટ્ટના નામ આપ્યા હતાં. પરિણીતી કહે છે ઇન્ડસ્ટ્રીમાં એવી ચર્ચા સતત થતી હોય છે કે અભિનેત્રીઓને એકબીજા સાથે બનતું નથી. પરંતુ આજની યુવાપેઢી એવી છે જે સતત એકબીજા સાથે કમ્ફર્ટ હોય છે અને તેમાં અભિનેત્રીઓ પણ સામેલ છે. પરિણીતીએ સાઇનાની બાયોપીક માટે ખુબ મહેનત કરી છે. સવારે પાંચ વાગ્યે ઉઠીને બે કલાક સુધી સખ્ત તાલિમ લીધી છે. નવ મહિના સુધી તેણે આ રોલ માટે ફિટ રહેવા સખ્ત ધ્યાન આપવું પડશે.

(12:05 pm IST)