Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

બ્રહ્માસ્ત્ર માટે રણબીર કપૂરે ઘટાડ્યું વજન

મુંબઇ:અભિનેતા રણબીર કપૂર આજકાલ પાતળિયો પરમાર બનવા માટે સતત વર્ક આઉટ કરી રહ્યો હોવાની જાણકારી મળી હતી. અંગે મળેલી માહિતી મુજબ રણબીર સંજય દત્તની બાયોફિલ્મ કરતી વખતે રણબીરે ખાસ આહાર અને ચોક્કસ પદ્ધતિન વર્ક આઉટ દ્વારા કાયા જમાવી હતી કારણ કે પાત્રની જરૃરિયાત હતી. હવે સંજય દત્તની બાયો-ફિલ્મ લગભગ પૂરી થઇ ચૂકી છે અને હાલ કરણ જોહરની ટ્રિલોજીની પહેલી કડી જેવી બ્રહ્માસ્ત્ર ફિલ્મ કરી રહ્યો છે જેમાં સુપરીહીરોના રોલમાં છે. માટે સ્નાયુબદ્ધ કાયાની જરૃર રહી નથી પરંતુ પાતળા દેખાવાનું જરૃરી છે એટલે હાલ રણબીરે ખોરાકના પ્રમાણ અને પ્રકાર બદલીને વર્ક આઉટની સિસ્ટમ પણ બદલી નાખી હતી. રણબીરની નિકટનાં સૂત્રોએ કહ્યું કે રણબીરે ખાસ ટ્રેનરની મદદ લીધી છે અને એની મદદથી સ્ટ્રીકટ ડાયેટ અને વર્ક આઉટ કરી રહ્યો છે. જો કે એને કારણે ક્યારેક સહેલાથી ઉશ્કેરાઇ જાય છે. પરંતુ સમજી શકાય એવી વાત છે. નિયમિત મસાલેદાર વાનગી ઝાપટવાની ટેવ હોય એને અચાનક આહારના પ્રકાર અને પ્રમાણમાં ફેરફાર કરવાના આવે ત્યારે માણસ થોડો અપસેટ થઇ જાય. બ્રહ્માસ્ત્રમાં એની સાથે આલિયા ભટ્ટ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ ચમકી રહ્યાં છે.

 


 

 

(4:52 pm IST)